તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:દાહોદ જિલ્લામાં બે માર્ગ અકસ્માતમાં ત્રણ વ્યકિતના મોત નિપજ્યા

દાહોદ3 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગરબાડાના સાહડામાં ફોર વ્હિલરની અડફેટે બે બાઇક ચાલકનાં મૃત્યુ થયા ધાનપુરના રાછવામાં ટ્રેક્ટરે ટક્કર મારતા પતિનું મોત, પત્ની ઈજાગ્રસ્ત

દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ વાહન ચાલકોની ગફલતને કારણે સર્જાયેલા માર્ગ અકસ્માતના બે બનાવોમાં ત્રણના અકાળે મોત નિપજ્યા છે. જ્યારે અન્યને શરીરે ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

પ્રથમ બનાવ ગરબાડા તાલુકાના શાહડા ગામે બન્યો

માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ગરબાડા તાલુકાના શાહડા ગામે બન્યો હતો. જેમાં એક ફોર વ્હિલરના ચાલકે પૂરઝડપે હંકારી લાવી ત્યાંથી પસાર થઇ રહેલા બે મોટરસાયકલોને અડફેટમાં લઇ જોશભેર ટક્ર મારી હતી. મોટરસાયકલ પર સવાર અરવિંદભાઈ પરમાર અને બીજી મોટરસાયકલ પર સવાર મનુભાઈ રૂમાલભાઈ બંને મોટર સાયકલ પરથી ફંગોળાઇ જમીન પર પટકાયા હતા. જેને પગલે તેઓને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે બંનેના મોત નિપજ્યા હતા. જેમાં દાહોદ તાલુકાના દસલા ગામે પીર ફળિયામાં રહેતા રમેશભાઈ રૂમાલભાઈ પરમારે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બીજો બનાવ ધાનપુર તાલુકાના રાછવા ગામે બન્યો

માર્ગ અકસ્માતનો બીજો બનાવ ધાનપુર તાલુકાના રાછવા ગામે બન્યો હતો. જેમાં એક ટ્રેકટરના ચાલકે ટ્રેક્ટર લઈ જતો હતો. તે સમયે ભાવસિંગભાઈ કાળુભાઈ સંગાડા અને તેમની પત્ની અંજનાબેન બંને એક મોટરસાયકલ પર સવાર થઈ પસાર થઇ રહ્યાં હતા. આ દરમિયાન ટ્રેકટરના ચાલકે ભાવસિંગભાઈની મોટરસાયકલને અડફેટમાં લેતા ભાવસિંગભાઈ અને તેમની પત્ની અંજનાબેન બંને મોટરસાઇકલ પરથી જમીન પર પટકાયા હતા. જેથી ભાવસિંગભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા તેઓને ઘટના સ્થળ મોત નીપજ્યું હતું. જેમાં ઇજાગ્રસ્ત અંજનાબેન ભાવસિંગભાઈ સંગાડાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો