તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફળતા સામે સવાલ:​​​​​​​દાહોદ જિલ્લામાં કોમ્પ્યુનિટી કોવિડ કેર સેન્ટરમાં 15000 બેડની વ્યવસ્થા કરાઈ, લાભ લીધો માત્ર 857 લોકોએ!

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તબીબી સારવારની વ્યવસ્થાના અભાવે અહીં કોઈ રહેવા તૈયાર નથી

દાહોદ જિલ્લામાં 732 કમ્યુનિટી કોવિડ કેર સેન્ટર શરુ કરવામાં આવ્યા છે પરંતુ આ પ્રયાસ વધારે સફળ થયો તેમ જણાતુ નથી.કારણ કે મોટા ભાગના આવા કેર સેન્ટરમાં ગ્રામ્ય વિસ્તારના લોકો રહેવા માંગતા નથી અથવા રહેતા નથી.જેથી મોટા ભાગના સેન્ટર ખાલી છે અથવા ગણતરીના દર્દી તેનો લાભ લઇ રહ્યા છે. કોઇ પણ નાંણાકીય જોગવાઇ વિનાની આવી વ્યવસ્થા એક રીતે ખાના પૂર્તિ હોય તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે.

દાહોદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વકરી ગયો છે.જેથી ગામડાઓમાં ઘેર ઘેર કોરોનાના ખાટલા છે.ગામડાઓમાં મૃત્યુ પણ થઇ રહ્યા છે ત્યારે હવે સરકાર દ્રારા ગામડાઓમાં કોરોનાને કાબુમાં લેવાના પ્રયત્નો શરુ કરવામાં આવ્યા છે.આજની તારીખ સુધીમાં ગ્રામ્ય વિસ્તારોમાં 3279 દર્દીઓ નોંધાઇ ચુક્યા છે ત્યારે પરિસ્થિતિ વધુ વણસે નહી તે ઇચ્છનિય છે.

દાહોદ જિલ્લાના ગામડાઓમાં નાના નાના ઘરોમાં પરિવારો રહેતા હોય છે.જેથી એક ઘરમાં એક વ્યક્તિ પણ જો સંક્રમિત થાય તો પણ પરિવારના અન્ય સભ્યોને પણ તેનો ચેપ લાગવાની મહત્તમ શક્યતાઓ હોય છે.જેથી સરકારે ગામડાઓમાં કમ્યુનિટી કોવિડ કેર સેન્ટર શરુ કર્યા છે.હળવા લક્ષણો વાળા દર્દીઓને આવા સેન્ટરમાં રાખવામાં આવે છે.

દાહોદ જિલ્લામાં 699 ગામડાઓમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં 732 જેટલા કમ્યુનિટી કોવિડ કેર સેન્ટર શરુ કરાયા છે.જેમાં આશા વર્કર અને આંગણવાડી તેમજ શિક્ષકોને દર્દીઓની સાર સંભાળની જવાબદારી આપવામાં આવી છે.જમવાની વ્યવસ્થા દર્દીના ઘરેથી જ કરવાની હોય છે અને દર્દીને ઉંઘવાની વ્યવસ્થા કરવાની જવાબદારી સરપંચ તલાટીને આપવામાં આવી છે.જેથી આવા સેન્ટરોમાં દર્દીઓને કોઇ તબીબી સારવારની વ્યવસ્થા તો કરવામાં આવી જ નથી.જેથી કોઇ અહીં રહેવા તૈયાર નથી.આજના આંકડા પ્રમાણે 15000 જેટલા બેડની વ્યવસ્થાની સામે માત્ર 857 લોકોએ જ તેનો લાભ લીધો છે.

જિલ્લામાં તપાસ કર્યા પ્રમાણે ગઇ કાલે ફતેપુરા તાલુકામાં તાલુકા મથકની પાસે આવેલા હડમત અને નીંદકા પૂર્વ શાળામાં શરુ કરવામાં આવેલા કમ્યુનિટી કોવિડ કેર સેન્ટરને સાંજે જ ખંભાતી તાળાં વાગી ગયા હતા.ગરબાડામાં જ આજે બપોરે તપાસ કરતાં અહીના બંન્ને કમ્યુનિટી કોવિડ કેર સેન્ટર બંધ હતા.ત્યારે ગામડાઓમાં શરુ કરવામાં આવેલા આવા સેન્ટર કેટલા કારગર નીવડશે તે કહી શકાય તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...