તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:દાહોદની સરકારી કચેરીઓમાં જ સંભવિત ત્રીજી લહેરને આવકાર

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દાહોદ શહેરના ગઢી કિલ્લાના પરિસરમાં આવેલ વિવિધ સરકારી કચેરીઓમાં કોરોનાની ત્રીજી લહેરને નિમંત્રણ અપાતું હોય તે રીતે લોકટોળાં ઉમટી રહ્યા છે. દાહોદના ઐતિહાસિક ગઢીના કિલ્લામાં મામલતદાર કચેરી, સિટી સર્વે ઓફિસ, ડીવાયએસપી. કચેરી, રેશનકાર્ડ- ચૂંટણીકાર્ડની ઓફીસ, જનસેવા કેન્દ્ર સહિતની વિવિધ સરકારી કચેરીઓ આવેલી છે.

આ સરકારી કચેરીઓમાં ડોમીસાઈલ સર્ટીફીકેટ, આવકનો દાખલો, 7- 12 ના ઉતારાની નકલ સહિતના વિવિધ કામ અર્થે દાહોદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી વહેલી સવારથી લોકોના ટોળાં ઉમટે છે. હાલમાં જિલ્લા ત્રણેક સપ્તાહ બે સપ્તાહ ઉપરાંતના સમયથી દાહોદ શહેરમાં બીજી લહેર સમાપ્ત થઇ છે.

ત્યારે આ સ્થળોએ ઉમટતા લોકટોળાઓ પૈકી બહુધા લોકો સોશિયલ ડિસ્ટન્સ કે માસ્ક જેવી કોરોનાની સરકારી ગાઈડલાઈનના નિયમો વિના જ ઉમટતાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને જાહેર નિમંત્રણ અપાઈ રહ્યું છે કે શું તેવા પ્રશ્નો જાગૃત લોકોમાં ઉદ્દભવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...