તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદ ફરી રીસાયો:સારા વરસાદ માટે જુલાઇ માસમાં સપ્તાહ રાહ જોવી પડશે

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

દાહોદ જિલ્લામાં વરસાદ ફરી રીસાયો છે. તેના કારણે અંગ દઝાડતો તાપ અને બફારો વધી ગયો છે. જુલાઇ માસના પ્રારંભમાં પણ એપ્રિલ જેવી ગરમી પડી રહી છે.

સોમવારે દાહોદ શહેરમાં હવામાં 50% ભેજ સાથે લઘુત્તમ 25 અને મહત્તમ તાપમાન 33 સે.ગ્રે. ડિગ્રી નોંધાયું‌ હતું. વેધર વૈજ્ઞાનિકો મુજબ પશ્ચિમી ગતિવિધિને કારણે મોનસુન સિસ્ટમ મંદ પડતાં વરસાદ માટે હજી એક સપ્તાહની રાહ જોવી પડશે.

દાહોદ જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ તો થઇ ગયો છે પણ તેને અનુકુળ સ્થિતિ બની નથી રહી. મુખ્યત્વે 15 જૂનથી 15 સપ્ટેમ્બર સુધીના સમયગાળાને ચોમાસું સીઝન ગણી શકાય. આ સીઝનમાં વરસાદ પડવાની પેટર્નમાં બદલાવ આવે ત્યારે ચોમાસું સીઝનમાં પાક આયોજન બદલવું પડે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

જોકે, ખેડૂતોએ સારા વરસાદની આશ નહીં છોડતાં ગત સપ્તાહમાં જિલ્લામાં થયેલી 19857 હેક્ટરમાં વાવણી સામે આ સપ્તાહમાં 37651 હેક્ટરના વધારા સાથે હાલ કુલ 57508 હેક્ટરમાં વાવણી થઇ ગઇ છે. જો વરસાદ ખેંચાશે તો મકાઇની ઓરણી કરનારા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે તેમ જોવાઇ રહ્યું છે.

આકસ્મિક પાક આયોજનનો અમલ હિતાવહ
સામાન્ય રીતે ખેડૂતો જાતે તેમના સ્વાનુભવે પાક આયોજન કરતા જ હોય છે, પરંતુ ઘણી વખત કુદરતી વિષમ પરિસ્થિતિ ઉભી થતી હોય છે કે તેમનું આયોજન નિષ્ફળ જાય છે અને ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડે છે. હાલમાં ખેડૂતોએ મોટે ભાગે દાહોદ જિલ્લાના બધા જ તાલુકાઓમાં મકાઈનું વાવેતર કર્યું છે. અત્યારે ઓછો વરસાદ પડવાના કારણે પાણીની ખેંચ મોટાભાગના પાકોમાં જણાય છે. વરસાદની ખેંચ અને વરસાદ ન પડવાના સંજોગોમાં આર્થિક નુકશાની ઘટાડવા આકસ્મિક પાક આયોજન કરવું હિતાવહ છે. >જે.એચ સુથાર,ખેતીવાડી અધિકારી, દાહોદ

કયા પાકનું કેટલા હેક્ટરમાં વાવેતર

તાલુકોમકાઇસોયાબીનશાકભાજીઘાસચારો
દાહોદ776841069392
દે.બારિયા624528244
ધાનપુર6820305367392
ફતેપુરા56207586253
ગરબાડા51962417278119
ઝાલોદ102329800
લીમખેડા4120218175188
સીંગવડ4227833833
સંજેલી2555208115163
કુલ43574771212341284

​​​​​​​બે વર્ષની 5 જુલાઇની વરસાદની સ્થિતિ

તાલુકો20202021
દાહોદ14053 મી.મિ
દે.બારિયા8274 મી.મિ
ધાનપુર6123 મી.મિ
ફતેપુરા9099 મી.મિ
ગરબાડા3032 મી.મિ
ઝાલોદ4017 મી.મિ
લીમખેડા2738 મી.મિ
સીંગવડ2943 મી.મિ
સંજેલી8565 મી.મિ

​​​​​​​ઓછા વરસાદમાં કયા પાકો લઇ શકાય

​​​​​​​ઓછો વરસાદ અને અછતની પરિસ્થિતિમાં ચોમાસામાં બાજરી, દિવેલા અને કઠોળ પાકો થઇ શકે છે. જો ચોમાસું મોડુ શરૂ થાય તો ઘાસચારાના પાકોને પ્રાધાન્ય આપી તેનો વિસ્તાર વધારવો. ડાંગરની એસઆરઆઈ (શ્રી) પદ્ધતિથી રોપણી કરવી. વરસાદ આધારીત ખેતી વિસ્તારમાં મકાઇની વહેલી પાકતી જાત ગુજરાત આણંદ પીળી મકાઇ સંકર 1 અને ગુજરાત આણંદ સફેદ મકાઇ સંકર-2ની બિન પિયત ચોમાસુ માટે હિતાવહ કહેવાય છે.

અન્ય સમાચારો પણ છે...