ધરપકડ:લીમખેડાના ચીલાકોટાથી એક યુવક દેશી તમંચા સાથે ઝડપાયો,સાથીદાર ફરાર થઈ ગયો

દાહોદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એસઓજી પોલીસે 2500 રુની કિંમતનો જપ્ત કરી ફરિયાદ નોંધાવી

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામમા એસ.ઓ.જી. પોલીસે દરોડો પાડ્યો હતો.એક ઈસમ પાસેથી દેશી બનાવટનો તમંચો કિંમત રૂા. 2500 સાથે ઝડપી પાડયો હતો. જ્યારે તેની સાથેનો અન્ય એક ઈસમ ફરાર થઈ ગયાનું જાણવા મળે છે.

એસઓજી પોલીસે વોચ ગોઠવી,એક ઝડપાયો,એક ફરાર
ગત તા.6 સપ્ટેમ્બરના રોજ દાહોદ એસ.ઓ.જી. પોલીસને મળેલી બાતમીના આધારે ચીલાકોટા ગામે વોચ ગોઠવી ઉભા હતાં. તે સમયે બાતમીમાં દર્શાવેલા બે ઈસમો ત્યાંથી બાઈક પર પસાર થતાં પોલીસે તેઓને પકડવાની કોશિષ કરતાં કનેશભાઈ જબરાભાઈ માવી (રહે. કણજર, ઉચવાસ ફળિયુ, તા. ધાનપુર, જિ.દાહોદ) અને તેની સાથેનો દીપાભાઈ દાહમા (રહે. ઘુંટીયા, તા. લીમખેડા, જિ.દાહોદ) પોલીસને જાેઈ ભાગવાનો પ્રયાસ કરતાં હતાં. પરંતુ કનેશભાઈને પોલીસે ઝડપી પાડ્યો હતો જ્યારે દીપાભાઈ દાહમા પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યો હતો.

ઝડપાયેલા યુવક પાસેથી જ તમંચો મળી આવ્યો
પોલીસે ઝડપાયેલા કનેશભાઈની અંગ ઝડતીમાંથી ગેરકાયદે રીતે વગર પરમીટે બિન અધિકૃત રીતે પોતે પોતાના ઉપયોગ માટે કે કોઈને વેચવા અથવા તબદીલ કરવા માટે દેશી બનાવટનો તમંચો કિંમત રૂા. 2500નો ઝડપી પાડી તેની સાથે એક મોબાઈલ ફોન પણ કબજે કર્યાેં હતો.

લીમખેડામાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ
દાહોદ એસ.ઓ.જી. પોલીસે આ સંબંધે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...