G-20 સમિટ નિમિત્તે વડોદરા ઝોનની 26 પાલિકાનો સમાવેશ:દાહોદમાં વોર્ડ મીટિંગ તથા 3D સેલ્ફી પોઇન્ટ્સનું આયોજન કરાશે

દાહોદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • G-20 સમિટ નિમિત્તે વડોદરા ઝોનની 26 પાલિકાનો સમાવેશ

G-20 સમિટ-2023નું યજમાન ભારત દેશ બન્યું છે અને તેમાંય ગુજરાત રાજ્યના આંગણે G-20 સમિટની મહત્વની 16 ઇવેન્ટ આ વર્ષમાં થવા જઇ રહી છે. ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યની મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓ વિસ્તારમાં વસવાટ કરતા નગરજનો પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે કાર્યક્રમોમાં સામેલ થાય તથા વધુમાં વધુ જનભાગીદારી કેળવાય તેવા શુભાશયથી G-20 સમિટ 2023 ની ઉજવણી અંતર્ગત જુદાં-જુદાં કાર્યક્રમોનું આયોજન થવાનું છે.

વડોદરા ઝોનની 26 નગરપાલિકાઓમાં 16 માર્ચે સવારે 9 વાગ્યે નગરપાલિકા વિસ્તારમાં G-20 સમિટ 2023ની વિષય વસ્તુ સાથે, G-20નું બ્રાન્ડીંગ, પેન્ક્વેટ, બ્રોસર સાથે વોર્ડ મિટીંગ યોજવામાં આવશે. આ વોર્ડ મીટીંગમાં નગરપાલિકા વિસ્તારનાં પદાધિકારીઓ, પ્રમુખો, પૂર્વ પ્રમુખો તેમજ અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા નાગરિકો ભાગ લેનાર છે.

વોર્ડ મિટીંગમાં વિવિધ સક્ષમ વક્તાઓ દ્વારા G-20 વિષય પર વક્તવ્ય આપશે . આ ઉપરાંત વિવિધ જાણીતા સ્થળો જેવા કે પર્યટન સ્થળ, બાગ-બગીચા તથા સિવિક સેન્ટરો પર 3D સેલ્ફી પોઇન્ટ્સનું આયોજન કરાશે . દાહોદ માં પણ આયોજન કરવામાં આવ્યુ હોવાનું જાણવા મળ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...