તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:દાહોદના વોર્ડ 6માં સૌથી વધુ 23 અને વોર્ડ 8માં સૌથી ઓછા 8 ફોર્મ ભરાયા

દાહોદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • અંતિમ દિવસે ફોર્મ ભરવા માટે ઉમેદવાર અને ટેકેદારોનો ધસારો રહ્યો
  • 9 વોર્ડની કુલ 36 બેઠકો માટે છેલ્લા દિવસ‌ સુધીમાં કુલ 162 ફોર્મ ભરાયા હતા

દાહોદ પાલિકાની 36 બેઠકો માટે શનિવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે સાંજ સુધીમાં કોંગ્રેસ, ભાજપ,અપક્ષ અને આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારો ઉમેદવારીપત્ર ભરવા ઉમટ્યા હતાં. ઉમેદવારીપત્રો ભરવાના અંતિમ દિવસે ગઢીના કિલ્લા પરિસરમાં અને ત્યાં આવેલ પ્રાંત અધિકારીની કચેરીની બહાર ઉમેદવારો સહિત સમર્થકો ઉમટયા હતા.દાહોદ પાલિકાની ચૂંટણી માટેની અંતિમ તારીખ સુધીમાં સૌથી વધુ 23 ફોર્મ શહેરના વોર્ડ 6માંથી અને સૌથી ઓછા 13 ફોર્મ વોર્ડ 8માંથી ભરાયા હતા.

આ સાથે વોર્ડ 1,2 અને 7માંથી 17 -17, વોર્ડ 3 અને 14, વોર્ડ નં.4 માંથી 18, વોર્ડ 5માંથી 22 અને વોર્ડ 9માંથી 21 લોકોએ પ્રત્યેક વોર્ડની 4 -4 બેઠકો માટે ઉમેદવારી નોંધાવી હતી. અંતિમ દિવસ સુધીમાં દાહોદ પાલિકાની 9 વોર્ડની 36 બેઠકો માટે 158 ઉમેદવારો દ્વારા કુલ 162 ફોર્મ ભરાયા હતા.

આ સાથે અંતિમ દિવસ સુધીમાં જિલ્લા પંચાયતની ગરબાડા બેઠક માટે 23, ધાનપુર બેઠકના 25, લીમખેડાના 30, સીંગવડના 13, બારિયાના 22, ફતેપુરાના 43, ઝાલોદના 47, દાહોદના 54 અને સંજેલીના 10 મળી કુલ 267 ફોર્મ ભરાયા હતા.અને તાલુકા પંચાયતની ગરબાડા બેઠક માટે 106, ધાનપુર બેઠકના 118, લીમખેડાના 125, સીંગવડના 75, દેવગઢ બારિયાના 99, ફતેપુરાના 184, ઝાલોદના 203, દાહોદના 231 અને સંજેલીના 78 મળી કુલ 1227ફોર્મ ભરાયા હતા. અને ઝાલોદ નગર પાલિકાની માત્ર બે બેઠકો માટે કુલ 10 ફોર્મ ભરાયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો