કાર્યવાહી:મારામારી કેસમાં વોન્ટેડ ત્રણ આરોપીઓ ઝડપાયા

દાહોદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સુથારવાસાના ત્રણ સામે ગુનો નોંધાયો હતો

દાહોદ એસ.પી. હિતેષ જોયસરે જીલ્લાના નાસતા ફરતા, વોન્ટેડ આરોપીઓને ઝબ્બે કરવા માટે જરૂરી સુચના અને માર્ગદર્શન કરતા પેરોલ ફર્લો સ્કોર્ડના પી.એસ.આઇ. એન.એમ.રામી તથા સ્ટાફના કર્મચારીઓ સાથે લીમડી વિસ્તારમાં નાસતા ફરતા, વોન્ટેડ આરોપીઓ પકડવાની કામગીરીમાં નીકળ્યા હતા.

તે દરમ્યાન મળેલ માહીતી આધારે લીમખેડા પોલીસ મથકમાં સાત મહિના પહેલા નોંધાયેલા મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ ઝાલોદ તાલુકાના સુથારવાસાના મેહુલ દિનેશ ચારેલ, શૈલેષ નારૂ ચારેલ તથા હરસીંગ લાલા ચારેલ ત્રણેય જણા તેઓના ઘરે હોવાની માહિતી આધારે ટીમે તેઓના ઘરે જઇ તપાસ કરતા ત્રણેય આરોપીઓ ઘરે મળી આવતાં તેમની અટક કરી આગળની કાર્યવાહી કરવા માટે લીમખેડા પોલીસને સોંપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...