કાર્યવાહી:નડિયાદમાં દારૂના ગુનામાં વોન્ટેડ લીમડી પોલીસે પકડ્યો

દાહોદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લીમડીના કારઠ રોડનો આરોપી ઝડપાઇ ગયો
  • નડિયાદ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરાઇ

નડિયાદ તાલુકા પોલીસ મથકમાં દાખલ દારૂના ગુનામાં 8 માસથી નાસતો ફરતો આરોપીને લીમડી બજારમાંથી પોલીસે ઝડપી પાડી જેલ પછાડી ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

લીમડી પીએસઆઇ એમ.એલ.ડામોર તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન નડિયાદ તાલુકા પોલીસ મથકમાં દાખલ દારૂના ગુનામાં છેલ્લા 8 મહિનાથી નાસતો ફરતો આરોપી ઝાલોદના લીમડીના કારઠ રોડનો સંદીપ સુભાષ પરમાર લીમડી બજારમાં આવ્યો હોવાની બાતમી મળી હતી. જેમાં પીએસઆઇ અને સ્ટાફના માણસોએ વોચ ગોઠવી આરોપીને લીમડી બજારમાંથી પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી નડિયાદ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...