કાર્યવાહી:ધાડ, ચોરી, હત્યાની કોશિશના 10 ગુનામાં 9 વર્ષથી વોન્ટેડ ઝડપાયો

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જિલ્લા તેમજ જિલ્લા બહારના ગુનાઓમાં વોન્ટેડ હતો
  • મ.પ્ર.ની ઝાયણી ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો

જિલ્લા તેમજ જિલ્લા બહારના ધાડ, ઘરફોડ ચોરી અને હત્યાની કોશિષ જેવા 10 જેટલા ગુનામાં છેલ્લા 9 વર્ષથી વોન્ટેડ મધ્યપ્રદેશની આંતર રાજ્ય ઝાયણી ગેંગના મુખ્ય સુત્રધારને એલ.સી.બી.એ બાતમી આધારે લીમડી બસ સ્ટેશનેથી ઝડપી પાડ્યો હતો. મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારમાં રહેતા અને લૂંટ, ધાડ તેમજ ઘરફોડ ચોરીના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે એલસીબી પીઆઇ શાહ તથા પીએસઆઇ મકવાણા તથા સ્ટાફે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે નિકળ્યા હતા.

ત્યારે જિલ્લા તેમજ જિલ્લા બહારના ધાડ, ઘરફોડ ચોરી તેમજ હત્યાની કોશિષના મળી કુલ 10 ગુનામા મધ્યપ્રદેશ ઝાયણી ગેંગનો ખુંખાર વોન્ટેડ આરોપી ઝાબુઆ જિલ્લાના ઝાયણી ગામનો રાયસીંગ ગળિયા ચારેલ લીમડી બસ સ્ટેશનમાં આવ્યો હોવાની માહિતી મળતાં એલ.સી.બી.ની ટીમે આયોજન બધ્ધ વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીને લીમડી પોલીસ મથકે સોંપવા તજવીજ હાથ ધરી હતી. દાહોદા લીમડીમાં પોલીસ મથકમાં 4, ઝાલોદના 1 રણધીકપુરમાં 1, પાવાગઢ પોલીસ સ્ટેશનમાં 1, મહિસાગર જિલ્લાના સંતરામપુર પોલીસ સ્ટેશનમાં 3 મળી કુલ 10 ગુનામાં વોન્ટેડ હતો.

અન્ય સમાચારો પણ છે...