તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:પંચમહાલ-દાહોદ જિલ્લાના 4 ગુનાનો વોન્ટેડ આરોપી ઝડપાયો

દાહોદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંચમહાલ ગોધરા રેન્જની સ્ક્વોડે આરોપીને ઝડપી પાડ્યો
  • ગોધરા, શહેરા અને કતવારા પોલીસના 2 ગુનામાં ફરાર હતો

પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પંચમહાલ ગોધરા રેન્જની સ્ક્વોડને જિલ્લાઓમાં મિલ્કત સંબંધી, શરીર સંબંધી તેમજ અન્ય હેડના ગુનાઓ આચરી નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગે સૂચના આપી હતી.

જેમાં સ્ક્વોડના પી.આઇ. જે.એન.પરમાર તથા આ.પો.કો. ઇન્દ્રજીતસિંહ ભગવતસિંહ, અ.પો.કો. નિતેશકુમાર કનુભાઇની સાથે રેન્જના જિલ્લાઓમાં આવા આરોપીઓને ઝડપી પાડવાની કામગીરીમાં નીકળ્યા હતા. ત્યારે પી.આઇ. પરમારને ગુપ્ત માહિતી મળી હતી કે પ્રોહિબિશનના તેમજ વાહન ચોરીના ગુનાઓમાં નાસતા ફરતો દાહોદ જિલ્લાના કઠલા ગામનો મગન વરસિંગ ડામોર રવાળીખેડા ખાતે આવવાનો છે. જેના આધારે બાતમી મુજબ વોચ ગોઠવી રવાળીખેડા પાસેથી તેને ઝડપી પાડ્યો હતો. આરોપી ગોધરા, શહેરા અને કતવારા પોલીસ મથકના ગુનામાં નાસતો ફરતો હતો. આરોપીને ઝડપી પાડી કતવારા પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો