આરોપી ઝડપાયો:છોટાઉદેપુરના સંખેડામા લૂંટ કરી પાંચ વર્ષથી વોન્ટેડ આરોપીને પોલીસે ધાનપુરના બજારમાંથી દબોચી લીધો

દાહોદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર મામલે ધાનપુર પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ગામે ધાડ લૂંટના ગુનામાં સંડોવાયેલો આરોપી છેલ્લા પાંચ વર્ષથી વોન્ટેડ હતો. આ આરોપીને દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા પોલીસને મળેલી બાતમીના આધારે ધાનપુર બજારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. જે બાદ આરોપીને જેલ ભેગો કરી દીધો હોવાનું જાણવા મળે છે.

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાડ લૂંટના ગુનામાં સંડોવાયેલો મુકેશ ભીમલાભાઈ મોહનીયા (રહે.નાનીમલુ, તા.ધાનપુર જિ. દાહોદ) પાંચ વર્ષથી ફરાર હતો. આ આરોપી ધાનપુર બજારમાં આવેલો હોવાની બાતમી ધાનપુર પોલીસને મળી હતી. જે બાતમીના આધારે ધાનપુર પોલીસે ધાનપુર બજારમાં કોમ્બિંગ કરી આરોપીને મુકેશને ઝડપી પાડયો હતો. સમગ્ર મામલે ધાનપુર પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...