તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:દાહોદ પાસે હાઇવે પરથી ઓઇલ ચોરીમાં વોન્ટેડ 2 આરોપી ઝડપાયા

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરનો મુબારક સરવૈયા તારાપુર ચોકડીથી ઝડપાયો

દાહોદ એલ.સી.બી. પી.આઇ. બી.ડી.શાહ તથા પી.એસ.આઇ. પી.એમ. મકવાણા અને પેરોલ ફર્લો સ્કોર્ડના પી.એસ.આઇ. આઇ.એ.સીસોદીયા તથા સ્ટાફ મિલ્કત સંબંધી તેમજ શરીર સંબંધી અને ઓઇલ ચોરીના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓ ઝડપી પાડવાની કામગીરીમાં હતા. ત્યારે દાહોદ તાલુકા પોલીસ મથકમા નોંધાયેલ ઓઇલ ચોરીના ગુનાનો આરોપી ભાવનગરનો અને હાલ સુરત જિલ્લાના સાયણમાં રહેતો મુબારક લતીફ સરવૈયા પોતાના વતન જઇ રહ્યો હોવાની બાતમી મળી હતી.

જેના આધારે એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે તારાપુર હાઇવે ચોકડી ઉપર પીછો કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. જ્યારે દાહોદ પેરોલ ફર્લો સ્કોર્ડના પી.એસ.આઇ. આઇ.એ.સીસોદીયા તથા પેરોલ સ્કોર્ડના સ્ટાફે દાહોદ તાલુકા પોલીસ મથક તથા મહેસાણા જીલ્લાના બાવલુ પોલીસ મથકે નોંધાયેલ ઓઇલ ચોરીના ગુનાનો આરોપી ગરબાડા તાલુકાના દીવાનીયાવાડનો પીન્ટુ ફુકા ડામોરને બાતમી આધારે દાહોદ તાલુકામાંથી ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા બન્ને આરોપીઓને દાહોદ તાલુકા પોલીસને સોંપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...