સંગ્રામ પંચાયત ચૂંટણી-2021:સજોઈમાં કતારમાં 210 મતદાર બાકી હોઈ મતદાન રાતના 8.30 સુધી ચાલ્યું

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પમારના ડુંગરપુરમાં સાંજના છ વાગ્યા બાદ મતદાન માટે લાઇટની વ્યવસ્થા કરાઇ હતી. - Divya Bhaskar
પમારના ડુંગરપુરમાં સાંજના છ વાગ્યા બાદ મતદાન માટે લાઇટની વ્યવસ્થા કરાઇ હતી.
  • પરમારના ડુંગરપુરમાં 98 મતદાર બાકી હોવાથી લાઇટની વ્યવસ્થા કરવી પડી

ધાનપુર તાલુકાના સજોઇ ગામમાં મતદાન ચાલી રહ્યું હતું ત્યારે 6 વાગી ગયા હતા. 210 મતદારો કતારમાં હોવાથી તમામને ચિઠ્ઠી આપી મતદાન કરવા દેવાયું હતું. Aa મતદાન રાતના 8.30 વાગ્યે પૂર્ણ થયું હતું. બીજી તરફ કાલીયાવડમાં પણ એવીજ સ્થિતિ સર્જાઈ હતી. અહીં પણ 8 બાગે મતદાન પૂર્ણ થયું હતું.

પરમારના ડુંગરપુરમાં 1058 મતદારો નોંધાયેલા છે.રવીવારે સાંજે 6 વાગ્યા સુધી 725 જેટલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદારો મતદાન માટે કતારમાં ઉભા હતા અને સમય પૂર્ણ થયો હતો. સરપંચ ના ઉમેદવાર અને આગેવાનોએ અધિકારીને98 મતદારો મતાધિકારનો ઉપયોગ કરવાનો બાકી હોય વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરી હતી .

અન્ય સમાચારો પણ છે...