ભાસ્કર વિશેષ:દવાખાનાના કેશ પેપર પર મતદાન જાગૃતિના સિક્કા

દાહોદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક પણ મતદાતા મતદાનની તક ચૂકે નહિ એ માટે ચૂંટણી તંત્રની પહેલ
  • સહી ઝૂંબેશ, સેલ્ફી પોઇન્ટ, કિઓસ્ક મશીન ની અનેક પ્રવૃત્તિઓ દ્વારા મતદાતા જાગૃકતા ઝુંબેશ

દાહોદ જિલ્લામાં વિધાન સભાની ચૂંટણીમાં એક પણ મતદાતા મતદાનની તક ચૂકે નહિ એ માટેની ચીવટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરેલી પહેલમાં જોવા મળી છે. જિલ્લા ચૂંટણી અધિકારી ની રાહબરીમાં દરેક મતદાતા સુધી લોકશાહીના મહાપર્વમાં મતદાન કરવા માટેનો સંદેશો અનોખી રીતે પહોંચતો કરાયો છે. જિલ્લાના દરેકે દરેક મતદાતા સુધી ‘‘મત આપવો આપણો અધિકાર અને ફરજ છે, લોકશાહીના મહાપર્વમાં 5મી ડિસેમ્બર, 2022ના રોજ મતદાન કરવાનું અને કરાવવાનું ચૂકશો નહિ’’ એવો સંદેશો પહોંચતો કરાયો છે.

ઝાયડસ હોસ્પિટલ સહિતની તમામ ખાનગી અને સરકારી હોસ્પીટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપર સારવાર અર્થે આવતા દર્દીઓના કેસ ઉપર જિલ્લા ચૂંટણી અધિકારીનો આ સંદેશો ધરાવતો સિક્કો મારે છે. પશુ દવાખાનાઓ, મોટી દુકાનો, શો રૂમ, મોબાઇલ સ્ટોર, પાર્ટી પ્લોટ, હાઇવે ઉપરની હોટલો સહિતની જગ્યાઓએ બિલમાં પણ મતદાન કરવાના સિક્કા મરાઇ રહ્યા છે. જિલ્લાની મહત્વની સરકારી કચેરીઓ ખાતે કિઓસ્ક મશીન લગાવવામાં આવ્યા છે. આ કિઓસ્ક મશીનો જિલ્લા સેવા સદન ખાતે, બસ સ્ટેશન, પ્રાંત ઓફિસ, પાલિકા તેમજ આરટીઓ જેવી સરકારી કચેરીઓ જાહેર જગ્યાએ મુકવામાં આવ્યા છે.

કચરા કલેક્શનની ગાડીથી પણ મતદાનની અપીલ
દાહોદમાં ડોર ટુ ડોર કચરો એકઠો કરતી ગાડીના સ્પીકર મતદાનની પવિત્ર ફરજ અદા કરવા માટેનો સંદેશો મતદાતાઓને ઘરે ઘરે ફરીને આપી રહી છે. ઉપરાંત જિલ્લામાં ઠેર ઠેર સેલ્ફી પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે. નાગરિકો આ સેલ્ફી પોઇન્ટ જેના ઉપર હું જાગૃત મતદાતા છું, હું મારી ફરજો ચોક્કસ અદા કરીશ નો મેસેજ લખેલો છે. ત્યાં મતદાતાઓ સેલ્ફી લઇ રહ્યાં છે અને મતદાન કરવા માટેના સંકલ્પને વ્યક્ત કરવામાં આવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...