વિશ્વકર્મા જયંતિની ભવ્ય ઉજવણી:દાહોદમાં વિશ્વકર્મા મંદિરે પૂજા-અર્ચના સહિત ભવ્ય શોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યું, ધાર્મિક કાર્યક્રમોની ભરમાર

દાહોદ6 મહિનો પહેલા
  • શોભાયાત્રામાં રાસ ગરબાની રમઝટ જામી, સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયાં

ભગવાન વિશ્વકર્મા જયંતી નિમિત્તે આજે સોમવારના રોજ પંચાલ નવયુવક મંડળ, દાહોદ દ્વારા દાહોદ શહેરમાં વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. જેના અંતર્ગત વિશ્વકર્મા મંદિરે પૂજા-અર્ચના સહિત ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. જેમાં સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને શોભાયાત્રાએ વિશેષ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું.

આજ રોજ ભગવાન વિશ્વકર્મા જયંતીની દાહોદના પંચાલ નવયુવક મંડળ દ્વારા ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દાહોદ શહેરમાં ચેતના સોસાયટી ખાતે આવેલ ભગવાન શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી વિશ્વકર્મા ભગવાનનો કેસર દૂધથી અભિષેક, ભગવાનનું પૂજન, અલ્પાહાર તેમજ ત્યારબાદ બપોરના 12 : 15 કલાકે શ્રી વિશ્વકર્મા ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં સમાજના અગ્રણીઓ સહિત મહિલાઓ, પુરૂષો, વયોવૃદ્ધ તેમજ બાળકો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા.

શોભાયાત્રાએ વિશેષ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું. શોભાયાત્રામાં સમાજની મહિલાઓએ રાસ ગરબાની રમઝટ જમાવી વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. શોભાયાત્રા શહેરના નિર્ધારિત માર્ગ પર ફરી પરત નીજ મંદિર ખાતે પહોંચી હતી. શોભાયાત્રા બાદ પ્રાસંગિક પ્રવચન, ધજાઆરોહણ, થાળ તથા મહાઆરતી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...