નિર્ણય:જુસ્સાની ગ્રામસભામાં પંચાયતના મુદ્દાઓને લઇને ઉગ્ર રજૂઆતો

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જુસ્સા તળાવમાં એજન્સી દ્વારા કામ કરાયું નથી ગ્રામજનો દ્વારા ઊંડું કરાયું
  • ધારાસભ્ય દ્વારા ફાળ વેલું ટેન્કર ગ્રામ પંચાયતને ન સોંપાતાં ટેન્કર ખરીદવા ઠરાવ

સંજેલી તાલુકાની જુસ્સા પંચાયત ખાતે તાલુકા બાંધકામ શાખાના અધિકારી અને સરપંચની અધ્યક્ષસ્થાને યોજાયેલી ગ્રામસભામાં નવીન ગ્રામ પંચાયત બાંધકામ રસ્તા બોર પીવાના પાણી માટે ટેન્કર તળાવ ઉંડું કરવા સહિતના પ્રશ્નોને સ્થાનિક લોકો દ્વારા ધારદાર રજુઆત કરવામાં આવી હતી.

સંજેલી તાલુકાના જુસ્સા પંચાયત ખાતે સરપંચ માનસીંગભાઇ રાવતની અધ્યક્ષ સ્થાને ગ્રામસભા યોજાઈ હતી. તાલુકા બાંધકામ શાખાના અધિકારી નેનકીના માજી સરપંચ મહેન્દ્રભાઇ પલાસ સહીત મોટી સંખ્યામાં ગામના આગેવાનો અને પંચાયત સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપસ્થિત ગ્રામજનો દ્વારા નલ સે જલ યોજના હેઠળ કેટલાક વિસ્તારોમાં કનેકશનો આપવામાં આવ્યા નથી. જ્યાં કનેકશનો આપવામા આવ્યા છે ત્યા ખેતરોમાં પાઈપો ઉંડે ઉતારવામાં આવી નથી. જે ખેતરમાં ખેડાઈ દરમ્યાન તૂટી જવાની પણ ભય સેવાઈ રહી છે. તેમજ જુસ્સા પંચાયતમાં આવેલ તળાવમાં સિંચાઈ યોજના હેઠળ એજન્સી દ્વારા કામ કરવામાં આવ્યું નથી. ગ્રામજનો દ્વારા જ ખેતરમાં કરપ નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યું છે.

આ તળાવમાં કોઇ એજન્સીએ કામ કર્યુ નથી. એજન્સી રદ કરવા માટે ઠરાવ કરવા તેમજ પંચાયતમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ફાળવેલું ટેન્કર પૂર્વ સરપંચ દ્વારા કેમ પંચાયતને સોંપવામાં આવતું નથી. નવીન ટેન્કર ખરીદવા માટે ઠરાવ કરવામાં આવ્યો ગ્રામ પંચાયત ભવનનું મકાન હાલ ચાલી રહેલા સમાજ ઘર નજીક બનાવવા માટે પણ રજુઆત કરવામાં આવી હતી. તેમજ 14મા અને 15મા નાણાં પંચમાં ગામમાં થયેલા વિવિધ રસ્તાઓ બોર મોટરના કામોની વિગતો આપવામાં આવી હતી. આમ વિવિધ ગ્રામજનો દ્વારા ઉગ્ર રજુઆત સાથે ગ્રામસભા પુર્ણ થઈ હતી.

અગાઉનું સરપંચ નિયમોને નેવે મૂકી 300 ફૂટના બદલે 150 અને 200 ફુટ બોર કરવામાં આવતા હતા. તેમજ રસ્તાઓ પણ તકલાદી બનાવવામા આવતા હતા. તેવુ મારા સમયમાં નહી બને હાલ પણ 9 જેટલા બોર કરવામાં આવ્યા છે તે અને રસ્તાઓ પણ બનાવવામાં આવ્યા છે. તે નિયમો પ્રમાણે જ બનાવવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...