દાહોદ તાલુકાના રળિયાતી ગામમાં ઇટોના ભઠ્ઠા મામલે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને ટોળાએ હિંસક હુમલો કર્યો હતો. જેમાં એક યુવકને માથામાં પાઇપ વાગતાં ગંભીર ઇજા થઇ હતી. ટ્રકોના કાચની તોડફોડ સાથે ઓફીસ અને સીસીટીવી કેમેરાની પણ તોડફોડ કરાઇ હતી. ઇંટના ભઠ્ઠા મામલે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને સાંગા વિસ્તારના લોકોએ ભઠ્ઠે ધિંગાણું મચાવ્યુ હતું. ભઠ્ઠામાં કામ કરતાં જુલકર્ણીન નામક યુવકના માથામાં પાઇપ મારીને તેને ફ્રેક્ચર કરી નાખ્યુ હતું. આ સાથે ભઠ્ઠામાં કામ કરતાં ગોરસિંગ ભુરિયા તેમજ ઝેરફાના અંસારીને પણ માર મારીને ઘાયલ કરવામાં આવ્યા હતાં.
ટોળાએ ભઠ્ઠાના પરિસરમાં પડેલી ટ્રક સહિતના વાહનનોના કાંચ તોડી નાખ્યા હતાં. આ સાથે ભઠ્ઠાની ઓફિસમાં પણ સામાનની તોડફોડ કરી હતી. પુરાવાનો નાશ કરવાના ઇરાદે સીસી ટીવી કેમેરા અને તેના ટીવીને પણ તોડી નાખ્યુ હતું. બીપીન ઉર્ફે પીન્ટુ સંગાડિયાની ફરિયાદથી દાહોદ તાલુકા પોલીસે 26થી વધુ લોકો સામે ગુનો દાખલ કરીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
કોની-કોની સામે ગુનો દાખલ કરાયો
ંરળિયાતી ગામના સાંગા ફળિયામાં રહેતાં રામુ માવી, પરસુ માવી, રોહીત માવી, સુનીલ માવી, અક્ષય માવી, નરેન્દ્ર માવી, સંજય માવી, ઇન્ટુ માવી, પિન્ટુ માવી, જવસિંગ માવી, અમરસિંગ માવી, દીલી માવી, વિપુલ માવી, મેહુલ, રાકેશ માવી, રાજેશ માવી, સાગર માવી, સુનીલ માવી, સુભાષ માવી, જોગા માવી, ગોવિંદ માવી, મહેશ માવી, ખીમા માવી, ભીમા માવી તથા અન્ય ત્રણ મહિલાઓ સામે ગુનો દાખલ કરાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.