જીવંત પ્રસારણ:દાહોદ પાસે કેદારનાથમાં ગ્રામજનોએ પ્રધાનમંત્રી મોદીએ કેદારનાથમા કરેલા ઉદ્ઘાટનને લાઈવ નિહાળ્યું

દાહોદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉપસ્થિતોએ એક બીજાને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેદારનાથ ખાતે વિકાસના કામોનું લોકાર્પણ આવી પહોંચ્યા છે. ત્યારે ટીવી ઉપર તેમના આ ઉદ્ઘાટન કાર્યક્રમનુ જીવંત પ્રસારણ ટીવી ઉપર કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમ નિહાળવા માટે દાહોદ પાસે ચોસાલામા આવેલા કેદારનાથ મંદિરે ગ્રામજનો એકત્રિત થયા હતા.ભાજપના જિલ્લા મહામંત્રી કનૈયાલાલ કિશોરીએ પણ ઉપસ્થિત રહ્યા હતા.

દાહોદના ચોસાલા ખાતે આવેલા કેદારનાથ મંદિર ખાતે આજે સવારે કાર્યક્રમ યોજાયો હતો. દાહોદ એપીએમસીના ચેરમેન અને ભાજપના જિલ્લા મહામંત્રી કનૈયાલાલ કિશોરીની ઉપસ્થિતિમા ગ્રામજનોએ વડાપ્રધાન નરેન્દ્રમોદી ના હસ્તે થયેલા કેદારનાથ વિકાસના કામોના ઉદ્ધઘાટનનુ જીવંત પ્રસારણ નિહાળ્યુ હતુ. ઉપસ્થિતોએ એક બીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...