તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણી માટે હાલાકી:ઝાલોદ તાલુકાના ગરાડુમા પીવાના પાણીની ગંભીર સમસ્યાથી ગ્રામજનો પરેશાન

દાહોદ19 દિવસ પહેલા
  • તળાવ, કુવામાં પાણી સુકાઈ જતાં એક જ હેન્ડપંપ પર કોરોના કાળમાં ભીડ જામી

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગરાડુ ગામના બે ફળિયામાં પાણીની સુવિધા ન હોવાના કારણે ગ્રામજનો પાણી ભરવા માટે દુર જવુ પડે છે. અને ગામમાં એક હેન્ડપંપ અને એક કુવો હોવાથી અનેક ફળિયાનાં લોકો પાણી ભરવા આવતા હોય છે. ત્યારે હેન્ડપંપ અને કુવા પર લોકોની પાણી ભરવા માટે લાંબી કતારો લાગતી હોય છે. હમણાં કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે આ સમયે પાણી ભરવા લાગતી કતારો જોખમી છે.

સવારના 5 વાગ્યાથી લોકો પાણી ભરવા માટે લાઈન લગાવે છે
ગરાડુ ગામમાં એક તળાવ અને એક હેન્ડપંપ અને એક કુવો છે. કુવામાં માંડ બે ફૂટ પણ પાણી ન હોવાથી કુવામાં પાણી પણ ઉંડુ હોય તોય ગંદુ પાણી લોકો પી રહ્યાં છે. ત્યારે સવારના 5 વાગ્યાથી લોકો પાણી ભરવા માટે લાઈન લગાવતા હોય છે. તોય લોકો ને પાણી મળતું નથી. પશુઓ માટે પણ પાણીની કઈ સુવિધા ન હોવાથી દૂરથી પાણી લાવીને પાણી પીવડાવું પડે છે. આમ ગામમાં તળાવ આવેલું છે પણ તળાવમાં પાણી સુકાઈ જવાથી પોતાના પશુ માટે પાણી લેવા માટે ઘણું દુર જવું પડતું હોય છે. તેવું ગ્રામજનો દ્વારા જણાવાયું છે.

તાત્કાલિક પીવાના પાણીની સમસ્યા હલ કરવામાં આવે તેવી માંગ
ગામના સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ત્રણ વર્ષથી હજી ગામમાં બોર કરવામાં આવ્યા નથી. લોકો પાસેથી બોરના પૈસા ઉઘરાવી લેવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપ થઈ રહ્યાં છે. ત્યારે ગરાડુ ગામના સરપંચ‌ અને સરકારી તંત્રને જાણ કરવાં છતાં કોઈ પણ સમસ્યાનો નિકાલ ન આવતા ગ્રામજનો દ્વારા આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ મામલે તાત્કાલિક પીવાના પાણીની સમસ્યા હલ કરવામાં આવે અને પશુઓ માટે ટાંકી બનાવી ટેન્કરોથી પાણી પૂરું પાડવામાં આવે એવી ગરાડુ ગ્રામજનો માંગ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...