તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફળ સર્જરી:દાહોદમાં 42 વર્ષીય યુવતીના શરીરમાં એકપણ ટાંકો લીધા વગર ‘નેચરલ ઓરીફાયસિસ’ પદ્ધતિથી અંડાશયમાંથી 6.5 કિલોની ગાંઠ કાઢી

દાહોદ19 દિવસ પહેલાલેખક: સચિન દેસાઈ
  • કૉપી લિંક
આ પદ્ધતિથી દર્દીના શરીરમાં બીજા દિવસે આ સર્જરીનું કોઈ નિશાન નથી રહેતું કે દર્દીને કોઈ પ્રકારે સ્ત્રાવ નથી આવતો - Divya Bhaskar
આ પદ્ધતિથી દર્દીના શરીરમાં બીજા દિવસે આ સર્જરીનું કોઈ નિશાન નથી રહેતું કે દર્દીને કોઈ પ્રકારે સ્ત્રાવ નથી આવતો
  • એકપણ ટાંકો લીધા વિના આવડી મોટી ગાંઠ કાઢવાની આ પ્રકારની જિલ્લામાં પ્રથમ જ સર્જરી

દાહોદની 101 કિગ્રા વજન ધરાવતી મેદસ્વી મહિલાના અંડાશયમાં જોવાતી ગાંઠ દાહોદમાં પ્રથમ જ વખત વજાયનલ સર્જરીની પદ્ધતિ દ્વારા દૂર કરવામાં આવી છે. દાહોદ નજીકના મધ્યપ્રદેશના સરહદી ગામની 101 કિગ્રા જેટલું વજન ધરાવતી 42 વર્ષીય મહિલાને મોટા અંડાશયમાં લગભગ 30 થી 40 સેમી. કદની ગાંઠ હોવાનું ઝાયડસ હોસ્પિટલ ખાતે કરાવેલ પરીક્ષણમાં નોંધાયું હતું અને આ મહિલાને મેદસ્વીતાના લીધે MRI પણ શકાય ના બની.

આધુનિક ટેક્નિકથી સારવાર કરી
દાહોદના પડવાલ હોસ્પિટલના તબીબ ડો. રાહુલ પડવાલે આ દર્દીને વજાયનલ સર્જરીની અઘરી ગણાતી પદ્ધતિથી સર્જરી કરીને શરીરમાંથી 6.1 લીટર પ્રવાહી અને 400 ગ્રામ જેટલું વજન ધરાવતો ઘન ભાગ મળી આશરે 6.5 કિગ્રાની ગાંઠ દૂર કરી સફળતા મેળવી હતી. આધુનિક વિડીઓ લેરીન્ગોસ્કોપ મશીનની મદદથી નળી મુકવામાં આવી હતી. ત્યારે દર્દીની બેહોશી શક્ય બનતા ઓપરેશન શક્ય બન્યું હતું.

ટાંકા લીધા વગર કરી સર્જરી
આ મહિલાના અત્યંત મેદસ્વી શરીરની સાથે સાથે તેમના ગળાનો ભાગ પણ ખુબ જ જાડો અને સાંકડો હોઈ તેમાંથી દર્દીને બેભાન કરવા માટેની નળી શ્વાસનળીમાં નંખાય તેવી સંભાવના જ ના હતી. તો તબીબના જણાવ્યા અનુસાર વધુ વજનના લીધે મહિલાને લાંબો સમય પોતાના શરીરમાં પાંગરતી ગાંઠ વિશે જાણ જ ન થઇ શકી હતી. યોનિમાર્ગ દ્વારા એકપણ ટાંકા વગર ‘નેચરલ ઓરીફાયસિસ’ પદ્ધતિને અનુસરીને તેમાં રહેલી મસમોટી ગાંઠ સાથે ગર્ભાશયનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ પદ્ધતિમાં વેસલ સિલર સિસ્ટમનો ઉપયોગ કરવમ આવ્યો હતો. જેના લીધે ટાંકા જ લેવા નથી પડતા.

આ પદ્ધતિમાં કોઈ રક્તસ્ત્રાવ થતો નથી
આ પદ્ધતિમાં ઓપરેશન બાદ દર્દીના શરીરમાં બીજા દિવસે આ સર્જરીનું કોઈ નિશાન નથી રહેતું કે દર્દીને કોઈ પ્રકારે સ્ત્રાવ નથી આવતો. તો આ દર્દીને બીજા જ દિવસે ડીસ્ચાર્જ પણ આપી દેવાયું હતું. ઉલ્લેખનીય છે કે દાહોદમાં એકપણ ટાંકો લીધા વિના આવડી મોટી ગાંઠ કાઢવાની આ પ્રકારની પ્રથમ જ સર્જરી છે.

35થી વધુ વયની દરેક મહિલાઓએ વિવિધ પરીક્ષણો કરાવતા રહેવું જોઈએ
આ મહિલા દર્દી દાહોદના એક્સ-રે હાઉસ ખાતેના એમ.આર.આઈ. મશીનમાં વધુ પડતી મેદસ્વીતાના કારણે ફસાઈ જતા તેમનું પરીક્ષણ શક્ય ન બન્યું. ત્યારે આ મહિલાના યોનિમાર્ગેથી માઈક્રો નળી નાંખી તેના અંડાશયમાં રહેલી 6.5 કિગ્રા વજનની ગાંઠ દૂર કરી છે. ​​​​​​​દાહોદ શહેર અને જીલ્લામાં તો આ પ્રકારનું પ્રથમ જ ઓપરેશન છે તો મારા ધ્યાન મુજબ ગુજરાતમાં પણ એકપણ ટાંકા વિનાની આ પ્રકારની પ્રથમ જ સર્જરી છે. મારે તો એ જ કહેવું છે કે 35 વર્ષથી વધુ વય ધરાવતી પ્રત્યેક મહિલાઓએ શક્ય હોય તો દર વર્ષે અંડકોશ, ગર્ભાશય અને સ્તનના પરીક્ષણો કરાવતા રહેવું જોઈએ.તો જ શરીરમાં કોઈ તકલીફ થાય તો વેળાસર ખબર પડે!-ડૉ રાહુલ પડવાલ, ગાયનેક તબીબ