પશુપાલન વિભાગ સતર્ક:દાહોદ જિલ્લાની તમામ ગૌશાળાઓમાં રસીકરણનો પ્રારંભ, એક હજાર જેટલી ગાયોનું રસીકરણ કરાશે

દાહોદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં હાલ 7 કેસ નોંધાયા બાદ એક પણ નવો કેસ નોંધાંયો નથી, એક પણ ગૌશાળામાં લમ્પી ન ફેલાતા રાહત

દાહોદ જિલ્લામાં લમ્પી વાઈરસના પગલે જિલ્લા પશુપાલન વિભાગ એક્શનમાં આવ્યું છે. દાહોદ જિલ્લામાં ગૌ શાળાની કુલ 1000 જેટલી ગાયોને રસીકરણની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો છે.

ગામડે ગામડે સર્વેની કામગીરી ચાલું
દાહોદ તાલુકાના નવાગામ ખાતે 7 સંકર ગાયોમાં લમ્પી વાઈરસના લક્ષ્ણોને પગલે દાહોદ જિલ્લા પશુપાલન વિભાગ સતર્ક બન્યું હતું. જિલ્લાના તમામ તાલુકાઓના ગામડે ગામડે જઈ હાલ પશુ પાલન વિભાગ પશુઓનો સર્વે કરવાની કામગીરી હાથ ધરી રહી છે. લમ્પી વાઈરસ સામે સાવચેતીના ભાગરૂપે પશુપાલન વિભાગ દ્વારા પશુ પાલકોને માર્ગદર્શન સહિત સુચનાઓ પણ આપવામાં આવી રહી છે.

જિલ્લાની 8 ગૌ શાળાઓમાં સઘન રસીકરણનો પ્રારંભ
દાહોદ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા દાહોદ જિલ્લામાં આવેલી 8 ગૌ શાળા ખાતે ટીમે સાવચેતીના પગલાં રૂપે ગૌ વંશને લમ્પી વાઈરસ સામે રક્ષણ મળી રહે તે માટે રસીકરણનો આરંભ કર્યો છે. આ રસીકરણ અંતર્ગત આ આઠ ગૌશાળાઓમાં ગાય વર્ગના પશુઓને આવરી લેવાશે. જોકે, એક પણ ગૌશાળામા લમ્પી વાયરસનો કેસ મળ્યો નથી.

પશુપાલકોને અનેક સુચનો કરાયા​​​​​​​
પશુ પાલન વિભાગ દ્વારા લમ્પી વાઈરસને લઈ પશુ પાલકોને અનેક સુચનો પણ કરવામાં આવી રહ્યાં છે. જેમાં પશુઓને ગંદકી ઉકરડા થી દુર રાખવા, જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો. જેથી માખી, મચ્છર અને ઇતરડીથી રાહત મળે જ્યારે પશુઓમાં લમ્પી વાઈરસના લક્ષણ જણાય તો સૌપ્રથમ સ્વસ્થ પશુઓથી અલગ કરવું અને ચરવા માટે છુટું મુકવું નહીં તેમજ નજીકના પશુદવાખાના અથવા હેલ્પ લાઇન નંબર 1962નો સંપર્ક કરવો.

રોગગ્રસ્ત પશુઓનું સ્થળાતંરણ સંમ્પૂર્ણ બંધ કરવું, અન્ય જિલ્લાઓમાંથી પશુની હેરફેર ન કરવી. તેમજ વરસાદી પાણીનો ભરાવો ન થાય તેની કાળજી રાખવી. લમ્પી સ્કીન ડીસીસના મુખ્ય લક્ષણોમાં પશુઓના સંપૂર્ણ શરીર પર ગાંઠ જેવા નરમ ફોલ્લા પડવા,સામાન્ય તાવ આવવો, મોઢામાંથી લાળ પડવી, દુધ ઉત્પાદન ઘટી જવું, પશુનું ખાવાનું બંધ કરી દેવુ અથવા ખાવામાં તકલીફ પડે, ગાભણ પશુ તરવાઇ જાય અને ક્યારેક પશુ મૃત્યુ પામે છે જેવા માર્ગદર્શન પણ દાહોદ જિલ્લા પશુ પાલન વિભાગ દ્વારા જિલ્લા પશુ પાલકોને આપવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...