વેક્સિનેશન:દાહોદ જિલ્લામાં સઘન રીતે ચાલી રહ્યું છે કોરોના સામે વેક્સિનેશન અભિયાન

દાહોદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દાહોદ જિલ્લામાં 15થી 18 વર્ષના 71589 તરુણોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો
  • હાલ 7506 હેલ્થ કેર વર્કસ, 3909 ફ્રન્ટલાઇન વર્કસ સહિત 9737 વડીલોએ પ્રીકોશન ડોઝ લીધો

કોરોના સંક્રમણને રોકવા વેક્સિન એ સૌથી અસરકારક ઉપાય રહ્યો છે. દાહોદ જિલ્લામાં 15થી 18 વર્ષ સુધીના તરૂણોને પણ કોરોના રસીકરણ અભિયાન સઘન રીતે ચાલી રહ્યું છે. તેમજ કોરોનાની લડાઇમાં હેલ્થ કેર વર્કસ અને ફ્રન્ટલાઇન વર્કસ તથા 60 કે તેથી વધુ વયના વડીલોને જેમણે પ્રથમ અને બીજો ડોઝ લઇ લીધો છે તેમને પ્રીકોશન ડોઝ પણ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દાહોદ જિલ્લામાં 15થી 18 વર્ષના 71589 તરૂણોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો છે. જયારે આ માટેનો લક્ષ્યાંક 1,74,930 છે એટલે કે 40.92 ટકા તરૂણોએ વેક્સિનનો પ્રથમ ડોઝ મેળવી લીધો છે. આથી સમજી શકાય છે કે જિલ્લામાં તરૂણ વયના છોકરા-છોકરીઓએ વેક્સિન લેવાનો સારો એવો ઉત્સાહ છે. જિલ્લામાં હેલ્થ કેર વર્કસ અને ફ્રન્ટલાઇન વર્કસ તથા 60કે તેથી વધુ વયના વડીલોને જેમણે પ્રથમ અને બીજો ડોઝ લઇ લીધો છે તેમને પ્રીકોશન ડોઝ આપવામાં આવી રહ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 7506 હેલ્થ કેર વર્કસ તેમજ 3909 ફ્રન્ટલાઇન વર્કસને પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. લક્ષ્યાંકની ટકાવારીની દ્રષ્ટિએ જોઇએ તો અનુક્રમે હેલ્થ કેર વર્કસને 49.01 ટકા તેમજ ફ્રન્ટલાઇન વર્કસને 15.01 ટકા પ્રીકોશન ડોઝ અપાયા છે. જયારે જિલ્લામાં 60 કે તેથી વધુ ઉંમરના 9737 વડીલોને પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યો છે. જિલ્લાના 2,22,558 વૃદ્ધોને પ્રીકોશન ડોઝ આપવાનું લક્ષ રાખવામાં આવ્યું છે એટલે કે અત્યાર સુધીમાં 4.38 ટકા વૃદ્ધોને ડોઝ અપાયો છે.

અન્ય સમાચારો પણ છે...