તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Kasubi Rang Utsav Cultural Program Was Held At Navjivan College, Dahod On The Occasion Of 125th Birth Anniversary Of National Shire Zaverchand Meghani.

કસુંબીનો રંગ:દાહોદની નવજીવન કોલેજ ખાતે રાષ્ટ્રીય શાયર  ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ નિમિત્તે કસુંબીનો રંગ ઉત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

દાહોદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાંસદ જસવંતસિંહ ભાભોરે ઝવેરચંદ મેઘાણીની બહુમુખી સાહિત્યિક પ્રતિભા અને પ્રદાનને યાદ કરી ભાવાંજલી આપી

દાહોદની નવજીવન આર્ટસ એન્ડ કોર્મસ કોલેજ ખાતે સાંસદ જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125 મી જન્મજયંતિ નિમિત્તે કસુંબીનો રંગ ઉત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજીને તેમને ભાવાંજલી આપવામાં આવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઝવેરચંદ મેઘાણી રચિત વિવિધ ગીતોનો સંગીત ગ્રુપ દ્વારા સુંદર પ્રસ્તૃતિનો મહાનુભાવો તેમજ દર્શકોએ રસાસ્વાદ માણ્યો હતો.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના સાહિત્ય સહિત વિવિધ ક્ષેત્રે અનન્ય પ્રદાનને યાદ કરતાં સાંસદે જણાવ્યું કે, ગુજરાતી સાહિત્યનું શિરમોર નામ અને ગુજરાતી સાહિત્યનું વિરાટ વ્યક્તિત્વ એટલે મેઘાણીજી. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતા લેખક અને સાહિત્યકાર હતા. તેમણે સૌરાષ્ટનાં ગામડાઓ, કસ્બાઓ, ગીરનાં અડાબીડ જંગલો, નેસડાઓમાં રઝળપાટ કરીને શૌર્ય વાર્તાઓ, બલીદાન, ત્યાગ, પ્રેમ-સંમર્પણની વાતો, રાસડાઓ, દુહાઓ, લોકવાર્તાઓ શોધીને પોતાની કલમ થકી ખમીરવંતી કથાઓને અક્ષરદેહ આપ્યો હતો. સૌરાષ્ટના ખૂણુખૂણેથી લોકગીતોના મોતી એકઠા કરવાનું ભગીરથ કાર્ય તેમણે કર્યું હતું. તેમના અમરગીતો આજના સમયમાં પણ એટલાં જ પ્રસ્તૃત છે.

સત્યાગહ સગ્રામ વખતનાં તેમના પ્રદાનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, તેમના શૌર્યગીતો ‘સિંધુડો’ માટે તેમને બે વર્ષનો કારાવાસ થયો હતો. ગાંધીજી જયારે ગોળમેજી પરિષદમાં જતા હતા ત્યારે તેમણે લખેલું છેલ્લો કટોરો આ ઝેરનો કાવ્ય ગાંધીજીના અંતરતમનો પડઘો પાડતું હતું. એમના સર્જનમાં વતનપ્રેમ ઠાંસોઠાંસ ભરેલો રહેતો.

આ પ્રસંગે તેમણે મેઘાણી રચિત કસુંબીનો રંગ, શિવાજીનું હાલરડું સહિતના કાવ્યોને યાદ કર્યા હતા અને ગુજરાતી સાહિત્ય, લોકસાહિત્ય, પત્રકારત્વ તેમજ સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમનું મહત્વનું પ્રદાન હોવાનું જણાવ્યું હતું.

સાંસ્કૃતિક કાર્યક્રમમાં સાહિત્યકાર મેઘાણીના જીવનકવન પર દસ્તાવેજી ફિલ્મ દર્શાવવામાં આવી હતી. જેનો દર્શકોએ રસપૂર્વક નિહાળી હતી. આ ઉપરાંત મહાનુભાવોના હસ્તે શ્રી મેઘાણીજી રચીત પુસ્તકોના સેટ જિલ્લા તેમજ તાલુકા ગ્રંથાલયોને વિતરીત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં કલાકાર કપિલ ત્રીવેદીના સંગીત ગ્રુપ દ્વારા મેઘાણી રચિત ગીતોની ભાવસભર પ્રસ્તૃતિ કરવામાં આવી હતી. જેનો દર્શકોએ રસ્વાસ્વાદ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...