કાર્યવાહી:દાહોદમાં દારૂની હેરાફેરીમાં બાળ કિશોરનો ઉપયોગ

દાહોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચિત્રોડિયા, વગેલા અને ગામેથીમાં 1.70 લાખનો દારૂ જપ્ત

ચિત્રોડિયા, વગેલા અને ગામેથી એલસીબીએ 1.70 લાખ રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો હતો. દારૂની હેરાફેરી કરતો એક બાળ કિશોર પણ ઝડપાયો હતો ચિત્રોડિયા ગામે એલસીબીએ બે મોપેડ ઉપર જતાં માંડલીખુંટા ના 20 વર્ષિય વિશાલભાઇ લુહાણ, 39 વર્ષિય મહેશભાઇ ગેહલોત અને બાળ કિશોરને ઝડપ્યો હતો. આ વ્યક્તિઓ પાસેથી દારૂ તથા બીયરની બોટલો નંગ 164 કિંમત મળી આવી હતી. યુવકો ડુંગરા ના ઠેકાથી દારૂ લાવી રહ્યા હતાં. પોલીસે 50 હજારની બે મોપેડ પણ જપ્ત કરીને કુલ 86,700 રૂા.નો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

તેવી જ રીતે ઝાલોદ તાલુકાના વગેલા ગામમાં પણ એલસીબીએ એક પલ્સર બાઇકને શંકાના આધારે રોકતાં તેની ઉપર સવાર બે યુવકો ભાગી છુટ્યા હતાં. પોલીસે પોટલામાંથી વિદેશી દારૂ અને બિઅરના ટીન મળીને કુલ 58,200 રૂા.ની 332 બોટલો મળી આવી હતી. આ મામલે ચાકલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ હતી. ભુતિયા ગામના પટેલ ફળિયામાં એલસીબીએ છાપો મારીને એક ઘરમાંથી 51,024 રૂા.ની દારૂની 312 બોટલો જપ્ત કરી હતી. આ મામલે મૂળા પટેલ, હિતેશ પટેલ અને રાજુ પટેલ સામે પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...