વરસાદી માહોલ:પંચમહાલ-દાહોદમાં સાર્વત્રિક વરસાદ; શહેરામાં બે ઇંચ

દાહોદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દાહોદ, ઝાલોદ, સંજેલીમાં અડધો-અડધો ઇંચ ખાબક્યો

પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ભાદરવાના પ્રારંભથી જ વરસાદે પુન: જમાવટ કરી છે. દાહોદમાં પાંચ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જયારે પંચમહાલ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જેમાં શહેરા તાલુકામાં સૌથી વધુ 24 કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો. દાહોદ શહેરમાં છેલ્લા કેટલાંક દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ, વાવાઝોડા અને વીજળીને કારણે કેટલાંક લોકો અને પશુના જીવ પણ ગયા છે. દાહોદ જિલ્લામાં સોમવારે દિવસ દરમિયાન ગરમીનો માહોલ જોવા મળ્યો હતો.

બપોર બાદ ગરબાડામાં 5 મીમી, ઝાલોદમાં 12 મીમી, દાહોદમાં 15 મીમી અને સંજેલીમાં સાંજે છ વાગ્યા સુધી 15મીમી વરસાદ વરસ્યો હતો. બારિયા, ધાનપુર, ફતેપુરા, લીમખેડા અને સિંગવડ તાલુકામાં છાંટા જ પડ્યા હતાં. જયારે પંચમહાલમાં રવિવાર સવારના 6 વાગ્યાથી સોમવારના સવારે 6 વાગ્યા સુધીમાં ઘોઘંબામાં 25 મી.મી, ગોધરામાં 3 મીમી, હાલોલમાં 16 મીમી, જાંબુધોડામાં 25 મીમી, શહેરામાં 48 મીમી, કાલોલમાં 46 મીમી, મોરવા(હ)માં 25 મીમી વરસાદ નોધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...