તપાસ:ધરમપુરીથી મળેલી અજાણી લાશ ડૉ.અમીત શુક્લાની હોવાનો ઘટસ્ફોટ

દાહોદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે ડીએનએ મેચ થતો રિપોર્ટ પરિવારને આપ્યો પણ પરિવાર માનવા તૈયાર નથી

દાહોદની અર્બન હોસ્પિટલમાં ફરજાધિન અને ગુમ થયેલા ડો. અમીત શુક્લાના મીસીંગ મામલો મોટો ઘટસ્ફોટ થયો છે. મધ્ય પ્રદેશના ધરમપુરીથી મળેલી એક અજાણી લાશનું ડીએનએ તેમના પૂત્રના ડીએનએ સાથે મેચ થયું છે. ધમરપુરીમાં નર્મદા નદીમાંથી મળેલી અજાણી લાશ ડો.અમીત શુક્લાની જ હોવાનું ડીએનએ ઉપરથી હાલ પુરવાર થયું છે.

દાહોદની અર્બન હોસ્પિટલમાં ફરજાધિન અને ઇન્દૌરના રહેવાસી ડો.અમીત શુક્લા 25 ઓગસ્ટે કાર લઇને ઘરેથી નીકળ્યા બાદ રહસ્યમ સંજોગોમાં ગુમ થઇ ગયા હતાં. બે દિવસ બાદ તેમની કાર ખંડવા જિલ્લાના ઓમકારેશ્વરના નર્મદા નદી ઉપર બનેલા મોરટક્કા પુલ ઉપરથી મળી હતી. નદીમાં શોધખોળ છતાં કોઇ પત્તો લાગ્યો ન હતો.

જોકે, 75 કિમી દૂર 28 ઓગસ્ટના રોજ ધાર જિલ્લાના ધરમપુરી સ્થિત નદીમાંથી એક નગ્ન અને કોહવાયેલી લાશ મળી હતી. આ લાશ અજાણી હોવાથી શંકાના આધારે ડો.શુક્લાના પૂત્ર અને લાશના ડીએનએ મેચની કાર્યવાહી કરી હતી. જોકે, જાણવા મળ્યા મુજબ બંનેના ડીએનએ મેચ થતાં તે લાશ અમીત શુક્લાની જ માની રહી છે.

શુક્રવારે ે તેમના પરિવારને ડીએનએ રિપોર્ટ સોંપ્યો હતો. જોકે,તત્કાલિન સમયે મળેલી લાશ ડો.અમીત શુક્લાની બોડીસ્ટ્રક્ચર સાથે મેચ થતી જ ન હતી. લેબ.માંથી એક વખત કંઇ કહી ન શકાય તેવા રિપોર્ટ બાદ ડીએનએ મેચનો રિપોર્ટ અપાતા પરિવાર આ રિપોર્ટને માનવા તૈયાર નથી. પરિવાર હાયર લેબ.માં ફરીથી રિપોર્ટ કરાવશે.

અન્ય સમાચારો પણ છે...