તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:દાહોદમાં સફાઈના સાધનો સ્માર્ટ સિટી કામગીરીમાં અપાતાં ઊહાપોહ

દાહોદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડોર ટુ ડોર માટે 10 લાખના માસિક કોન્ટ્રાક્ટને બદલે નવા કોન્ટ્રાક્ટની બૂમ
  • પાલિકાની માલિકીના 9 ટ્રેક્ટર અને 9 છોટા હાથી સ્માર્ટ કામગીરીમાં જોતરાયા

દાહોદ ખાતે અગાઉ પાલિકા તંત્ર સંચાલિત જે ડોર ટુ ડોર એજન્સી ચાલતી હતી તેમાં એજન્સી દ્વારા દાહોદ પાલિકાના સાધનો નહીં વાપરતા જે તે એજન્સીવાળા પોતાના સાધનોનો જ વપરાશ કરતા હતા. એટલે પાલિકાના સાધનો નગરની વધારાની સફાઈકામ કાજે વાપરી શકાતા હતા. જે તે સમયે આશરે રૂ.10 લાખ પ્રતિ મહિનાના કોન્ટ્રાક્ટથી અપાયેલ ડોર ટુ ડોરની કામગીરી હવે સ્માર્ટ સીટી અંતર્ગત આવરી લેવાતા એ કામનો કોન્ટ્રાક્ટ પણ હવે અન્ય કોઈ એજન્સીને ફાળવી દેવાયો હોવાની માહિતી મળી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અગાઉના આશરે રૂ. દસ લાખ બદલે હવે ખૂબ ઊંચા ભાવે સ્માર્ટ સીટી અંતર્ગત અપાયેલ કોન્ટ્રાક્ટ ધરાવતી આ નવી એજન્સી સફાઈ કાજે પોતાના સાધનો નહીં વાપરતા દાહોદ પાલિકાના સાધનો વાપરે છે.

તો આ કામગીરી કાજે તમામ 9 વોર્ડ દીઠ જે 1-1 સુપરવાઇઝરો હોય છે તેઓ દ્વારા અત્યાર સુધી પાલિકા લેવલે સંચાલિત એજન્સીના માધ્યમથી OG (પાલિકાની બહારના વિસ્તારો)માં આવેલા કચરા ડેપો કે બગીચા વગેરેની સફાઈ થતી હતી. જે હવે નવા કોન્ટ્રાક્ટ અંતર્ગત કરાતી ન હોવાનો ગણગણાટ ચાલી રહ્યો છે.

કયા-કયા સાધનો આપી દેવાયા
દાહોદ પાલિકાની માલિકીના 9 ટ્રેક્ટર અને 9 છોટા હાથી મળી કુલ 18 સાધનો સહિત સફાઈના અન્ય નાનામોટા સાધનો પણ આ કાર્યવાહીમાં ફાળવી દેવાતા પાલિકા દ્વારા થતા અન્ય સફાઈકામ પર અસર થઇ છે.

અન્ય સમાચારો પણ છે...