અકસ્માત:ખરોદામાં હિટ એન્ડ રનની ઘટનામાં બે યુવકોના મોત જ્યારે એક ઘાયલ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ખરોદામાં હિટ એન્ડ રનની ઘટનામાં મોતને ભેટેલા યુવકો. - Divya Bhaskar
ખરોદામાં હિટ એન્ડ રનની ઘટનામાં મોતને ભેટેલા યુવકો.
  • લગ્ન માટે છોકરી જોઇને આવતા બાઇકને વાહને ટક્કર મારી ફરાર

ખરોદા ગામે છોકરી જોઇને પરત આવતાં 3 લોકોની બાઇકને વાહને ટક્કર મારતાં બેના મોત નિપજ્યા હતા. જ્યારે એક ઘાયલ થતાં દાહોદ હોસ્પિટલ ખસેડાયો હતો. ખરેડીના વિપુલ લાલાભાઇ મોહનીયા માટે કચલધરા ગામે છોકરી જોવા જવાનું હતું. જેથી ફોઇનો છોકરો હિતેશ નિનામા અને બનેવી અંકિત ડીંડોર મંગળવારે જીજે-1-સીપી-4016 નંબરની બાઇક લઇને કચલધરા ગામે ગયા હતાં. કચલધરાથી પરત આવતી વખતે સાંજે સાડા 7 વાગે ખરોદા ગામે ફાંટા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં ત્રણેને ગંભીર પ્રકારની ઇજાઓ થઇ હતી. જેમાં વિપુલ તથા હિતેશને શરીરે ગંભીર ઇજાઓ થતાં બન્નેના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે બનેવી અંકિત ખુમાસીંગ ડીંડોરને શરીરે ઇજાઓ થતાં લોહીલુહાણ થતાં બેભાન થયા હતા.

ભેગા થયેલા લોકોએ 108ને બોલાવી ઇજાગ્રસ્તને દાહોદ ઝાયડસમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. યુવકોનું અકાળે મોત થતાં પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો. અકસ્માતની જાણ થતાં તાલુકા પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઇ હતી. મૃતક વિપુલભાઇના પિતાની ફરિયાદના આધારે તાલુકા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...