તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:દાહોદના યાદગાર ચોકથી ચોરીની બુલેટ સાથે બે યુવકો ઝડપાયા

દાહોદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂછપરછ કરવામાં આવતાં હાલોલથી ચોરી કર્યાની કબૂલાત કરી

દાહોદના યાદગાર ચોકથી પોલીસના વાહન ચેકિંગ દરમિયાન હાલોલથી ચોરી કરેલી બુલેટ સાથે બે યુવકોને ઝડપી પાડ્યા હતા. દાહોદ એસ.પી. જોયસરે જીલ્લામા મિલકત સબંધી બનતા ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા માટે જીલ્લાના લૂંટ, ધાડ, ઘરફોડ ચોરીના ગુનાઓના વોન્ટેડ આરોપીઓને ઝબ્બે કરવા જરૂરી સુચનાથી અને દાહોદ ડી.વાય.એસ.પી.ના માર્ગદર્શનમાં ટાઉન પી.આઇ. પટેલની સુચનાથી એએસઆઇ બદાભાઈ દલસીંગભાઈ તથા સ્ટાફ સાથે દાહોદના યાદગાર ચોક ઉપર વાહન ચેકિંગ દરમ્યાન એક બુલેટ ઉપર બે શખ્સો પડાવ તરફથી આવતા તેઓને રોકી જોતા બુલેટની આગળ પાછળની નંબર પ્લેટ કાઢી હતી.

જેથી શંકા જતા જૂની કોર્ટ રોડ નાના ડબગરવાસમાં રહેતા મેહુલભાઈ કૈલાશચંન્દ્ર જાતે પરમાર તથા પાછળ બેસેલ બસ સ્ટેશન રોડ પર રહેતા હિતેશભાઈ કમલેશભાઈ નીનામા પાસે બુલેટના કાગળો માંગતા આમ તેમ ગલ્લા તલ્લા કરવા અને પોતાની પાસે કાગળો નહી હોવાનું જણાવેલું અને બુલેટ હાલોલથી ચોરી કર્યાનું જણાવ્યું હતું. રૂા.1,00,000ની ગણી સી.આર.પી.સી.કલમ. 102 મુજબ કબજે લઈ બન્ને યુવકોને સી.આર.પી.સી કલમ -41 (1) ડી મુજબ અટક કરી ઉપલા અધિકારીઓને તથા હાલોલ પો.સ્ટે . વાયરલેસ મેસેજ કરી કાર્યવાહી માટે સોંપવા તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...