ગમખ્વાર અકસ્માત:​​​​​​​દેવગઢ બારીયાના ભુવાલમાં ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈક સવાર બે યુવકોના ઘટનાસ્થળે જ મોત

દાહોદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવકોને શરીર તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા કમકમાટી ભર્યા મોત થયા મૃતકોના પરિવારજનોમાં માતમ છવાયો

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ભુવાલ ગામે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમા બાઈક સવાર બે યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જેથી પરિવારમાં માતમ છવાઇ ગયો છે. આ અકસ્માતના પગલે સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

ભુવાલ ગામેથી એક લાકડા ભરેલી ટ્રક પસાર થઇ રહી હતી. આ દરમિયાન સામેથી એક મોટરસાયકલ પર સવાર બે યુવકો પણ પસાર થઈ રહ્યા હતા. ત્યારે ટ્રક અને મોટરસાયકલ બંને સામસામે આવી જતા મોટરસાયકલ પર સવાર બંને યુવકો ટ્રક સાથે ધડાકાભેર અથડાયા હતા. જેથી અકસ્માત થયો હતો. જેમાં બંને યુવકોને શરીર તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળ પર જ તેમના મોત થયા હતા.

આ ઘટનાની જાણ મૃતક યુવકોના પરિવારજનો તેમજ સ્વજનોની થતાં તેઓ તાબડતોડ ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમજ સ્થળ પર લોકોના ટોળેટોળા પણ ઉમટી પડ્યા હતા. આ અંગેની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...