તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:દાહોદ જિલ્લામાં બે સ્થળેથી 1.42 લાખના દારૂ સાથે બે ઝડપાયા

દાહોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડુંગરથી 2.84 લાખના મુદ્દામાલ સાથે 1 ઝડપાયો, 1 ફરાર
  • ગલાલીયાવાડમાં ઘરમાં વેચાણ કરતો બૂટલેગર ઝડપાયો

દાહોદ જિલ્લામાંથી બે સ્થળેથી 1.42 લાખ ઉપરાંતના દારૂ સાથે બે વ્યક્તિ ઝડપાયા હતા. જ્યારે એક ફરાર થયો હતો. 3.42 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. દાહોદ તાલુકા પોલીસ મથકના સિ.પી.એસ.આઇ. એમ.એફ.ડામોર તથા સ્ટાફે દારૂની બાતમી આધારે ગલાલીયાવાડના ઘોડા ડુંગરી પંચમુખી મંદિર પાછળ રહેતા મનુ ભાવસિંગ પરમારના ઘરે રેઇડ કરી હતી.

રેડ દરમિયાન બુટલેગર મનુ ભાવસિંગ પરમાર હાજર મળતાં સાથે રાખી ઘરમાં તપાસ કરતાં દારૂની 11 પેટી જેમાં કુલ 360 નંગ બોટલ તથા છુટા પાઉટ નંગ 42 મળી કુલ 402 નંગ જેની કિંમત રૂ. 58,248નો જથ્થો મળી આવ્યો હતો. જથ્થા સાથે બુટલેગર મનુ પરમારની ધરપકડ કરી હતી. ફતેપુરા તાલુકાના ડુંગર ગામના પચોર ફળિયામાં રહેતાં રાકેશભાઈ ઉર્ફે નટુભાઈ પરમાભાઈ પારગી અને ડુંગર ગામના જ હરીશભાઈ રમણભાઈ પારગી આ બન્ને જણા ગત તા.10મી મેના રોજ તુફાન ફોર વ્હીલર ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી હેરાફેરી કરવાના ઈરાદે પસાર થઈ રહ્યાં હતાં.

આ દરમ્યાન રસ્તામાં ડુંગર ગામે પોલીસની નાકાબંધી દરમ્યાન આ બન્ને જણા ત્યાંથી પસાર થતાં હરીશભાઈ રમણભાઈ પારગી પોલીસને જોઇ નાસી ગયો હતો. ત્યારે પોલીસે રાકેશ ઉર્ફે નટુ પરમા પારગીને પોલીસે અટકાયત કરી હતી. પોલીસે ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની બોટલો નંગ.768 કિંમત રૂા.83,760 તથા તુફાન ફોર વ્હીલર ગાડીની કિંમત મળી કુલ રૂા.2,84,260નો મુદ્દામાલ જપ્ત કરી બંને વિરૂધ્ધ ફતેપુરા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...