જુગાર:પીપલોદમાંથી આંક ફરકનો જુગાર રમાડતાં બે ઝડપાયા

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પીપલોદ પોલીસે પેટ્રોલીંગ દરમિયાન બાતમી આધારે આંક ફરકનો આંકડાઓનો જુગાર રમતા ગોધરાના સચીનભાઇ પટેલ તથા પીપલોદના જીવણભાઇ બારીયાને ઝડપી પાડી રૂા.10,130 રોકડા જપ્ત કરી બન્નેને જેલના સળીયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે દાહોદ તાલુકા પોલીસે જેકોટ ગામમાં ઘરમાં પાના પત્તાનો હારજીતનો જુગાર રમતા છાપરીના અલ્કેશ બારીયા, વિશાલ માવી, અનિલ બારીયા, સંજય બારીયા, પ્રિતેશ નિનામા અને વિપુલ મકવાણાને દાવ પર લાગેલા તથા અંગઝડતીમાં મળી કુલ 5110 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. તેમજ કેટલાક ખેલિઓ ભાગી ગયા હતા. પકડાયેલા ખેલીઓને જેલના સળિયા પાછળ ધકેલી તાલુકા પોલીસે કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...