તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂની હેરાફેરી:ઇટા ગામે બાઇક ઉપર દારૂ લાવતા બે ઝડપાયા

દાહોદ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 26 હજારનો દારૂ, બે મોબાઇલ અને મોટર સાઇકલ મળી 53 હજારનો મુદ્દામાલ જપ્ત
 • રાજસ્થાનના 4 અને ફતેપુરાના 1 મળી 5 સામે ગુનો

દાહોદ જિલ્લાના ફતેપુરા પોલીસ મથકના પી.એસ.આઇ. સી.બી.બરંડા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. ત્યારે રાજસ્થાનના બાસવાડાના સલોપાટના અલ્કેશ કલસીંગ ગરાસીયાએ ભરાવી આપેલો અને પ્રદિપ મલસીંગ ગરાસીયા તથા ફતેપુરાના ઢઢેલા ગામનો હડીયા મોતી કટારાના પાયલોટીંગમાં બે વ્યક્તિઓ મોટર સાયકલ ઉપર વિદેશી દારૂનો જથ્થો લઇ રાજસ્થાન તરફથી ઇટા ગામ તરફ આવવા હોવાની બાતમી મળતાં ઇટા ગામે રોડ ઉપર વોચમાં ઉભા હતા.

ત્યારે આવતા જતા વાહનો ચેક કરતાં હતા. તે દરમિયાન ગડુલી ગામ તરફથી એક નબંર વગરની મોટર સાયકલના ચાલકે લાઇટના અજવાળે પોલીસની ગાડી જોઇ જતાં મોટર સાયકલ ઉભી રાખી વાળવા જતાં નીચે નમી જતાં પાછળ બાંધેલો થેલો પણ રોડ ઉપર પડી ગયો ગયો હતો. જ્યારે બે મોટર સાયકલ સવાર અંધારામાં ભાગવા જતાં પોલીસે પીછો કરી રાજસ્થાનના બાસવાડાના સલોપાટના નિલેશ લાલસીંગ ગરાસીયા તથા અનિલ વાલસીંગ ગરાસીયાને ઝડપી પાડ્યો હતો.

બાઇક ઉપરના થેલામાં તપાસ કરતાં વિદેશી દારૂની બોટલો તથા ટીન બીયર મળી કુલ 247 નંગ જેની કિંમત રૂપિયા 26,155નો જથ્થો મળી આવ્યો હતો. દારૂનો જથ્થો તથા બે મોબાઇલ જેની કિંમત રૂપિયા 2500 તથા રૂપિયા 25 હજારની બાઇક મળી 53,655નો મુદ્દામાલ જપ્ત કરી પાંચ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

નાનામાળમાંથી 220 બોટલ ઈંગ્લીશ દારૂ જપ્ત
લીમખેડા. દાહોદ એલસીબી પોલીસને ખાનગી બાતમી મળતા નાનામાળ ગામનાં રમેશ વરસીંગ મુનિયાના ઘરે પ્રોહી છાપો મારવામાં આવ્યો હતો. રમેશ મુનિયા ઘરે હાજર નહીં મળતાં પોલીસે તેના ઘરમાં ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી.તેના ઘરમાંથી 26870 રૂપિયાની કિંમતનો 220 બોટલ ઇંગ્લિશ દારૂ તથા બિયરનો જથ્થો મળી આવ્યો હતો. એલસીબી પોલીસની ફરિયાદ મુજબ લીમખેડા પોલીસે રમેશ મુનિયા વિરુદ્ધ ગુનો નોંધી દારૂનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો