ધરપકડ:છરો બતાવી 12 હજારની લૂંટ કરી નાસવા જતા બે ઝડપાયા

કાલોલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાલોલ પોલીસને બંને ઇસમો સોપવામાં અાવ્યા

કાલોલમાં રાત્રીના સમયે ઘરનો દરવાજો ખખડાવી છરો બતાવી રોડક લઇને નાસવા જતા બે ઇસમોને લોકોઅે ઝડપી પાડયા હતા. અને કાલોલ પોલીસને બંને ઇસમો સોપવામાં અાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યમાં ઠંડીના ચમકારા સાથે તસ્કરો માટે માર્ગ મોકળો મલી જતો હોય છે. કાલોલ નગરમાં આવેલા મહાલક્ષ્મી મંદિર પાસેના પૂજી ફળિયામાં પ્રથમ માળે રહેતા પ્રકાશભાઈ શિવશંકર પંડ્યા અને તેમના પત્નિ કોકીલાબેન ઘરમાં હતા.

ત્યારે રાત્રીના રાત્રીના સમયે ઘરનું બારણું ખખડાવતા ઘરનો દરવાજો ખોલતા બે અજાણ્યા ઇસમોઅે ચપ્પુ બતાવી જાનથી મારી નાંખવાની ધમકી અાપી ઘરમાં પ્રવેશી તમારી પાસે જે પૈસા હોય તે આપી દો તેવું કહી તિજોરીની ચાવી લઇ તિજોરીમાંથી રોકડા રૂા.12 હજાર લુટી લીધા હતા. કોકીલાબેને પહેરેલા દાગીના કાઢી અાપવાનું કહેતા કોકીલાબેને ચોર ચોરની બુમાબુમ કરતા નીચે રહેતા ભાડુઆત અને ફળીયાના આજુબાજુના લોકો દોડી અાવ્યા હતા. રોકડ લઇને નાસવા જતા ઇસમો સાથે ઝપાઝપી સાથે પકડી પાડ્યા હતા.

પકડાયેલા ઇસમોના નામ પુછતા મોઇન ઉર્ફે ઝફર ઉંમર કાજી (જરોદિયા) રહે. કાલોલ તથા અન્ય ઇસમે પોતાનુ નામ રજનીભાઈ મોહનભાઈ ભોઈ રહે. ગોધરા જણાવ્યુ હતુ. કાલોલ પોલીસને જાણ કરતા પોલીસ ધટના સ્થળે અાવતા બંને ઇસમોને પોલીસે ઝડપ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...