કાર્યવાહી:દાહોદમાં નાસતા ફરતા બે વોન્ટેડ આરોપીઓ ઝડપાયા

દાહોદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાહોદની હોટલ અને ધાનપુર બજારમાંથી ઝડપ્યા
  • ડુંગરાનો તાજુ, મોટાહાથીધરાનો નરેશ વોન્ટેડ હતો

દાહોદ એલસીબીએ દારૂના ગુનાનામાં નાસતા ફરતા આરોપી ડુંગરાનો તાજુ ભુરીયાને સતી તોરલ હોટલ પરથી અને મોટાહાથીધરાના નરેશ સંગાડાને ધાનપુર બજારમાંથી ઝડપ્યા હતા. દાહોદ એલસીબીની ટીમ જિલ્લામા વોન્ટેડ આરોપીઓની માહિતી એકત્રિત કરવા માટે કામગીરીમા કાર્યરત હતી. તે દરમિયાન એલસીબી પીઆઇ બી.ડી.શાહની સુચનામાં એલસીબી સ્ટાફની ટીમ દાહોદ તાલુકા વિસ્તારમા પેટ્રોલિંગમાં હતી.

તે દરમિયાન તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ડુંગરા ગામનો તાજુ બચુ ભુરીયા સતી તોરલ હોટલ પર આવ્યો હોવાની બાતમી મળી હતી. આયોજનબદ્ધ વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. તેવી જ રીતે ધાનપુર પોલીસ મથકમાં દાખલ દારૂના ગુનામાં વોન્ટેડ મોટા હાથીધરાનો નરેશ નારણ સંગાડા ધાનપુર બજારમાં આવ્યો હોવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી તેને ઝડપ્યો હતો. ઝડપાયેલા આરોપીઓને સંબંધીત પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...