ગુનાખોર કિશોરો ઝડપાયા:ઝાલોદના છાયણમાં બે કિશોર દારુ ભરેલી ગાડીનું પાયલોટીંગ કરતા પકડાયા, ગાડી મુકી બુટલેગર ફરાર, રૂ. 81 હજારનો દારુ જપ્ત

દાહોદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાકલીયા પોલીસે ત્રણેય સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના છાયણ ગામેથી પોલીસે એક ફોર વ્હીલર અને બે મોટરસાયકલ સાથે બે બાળ કિશોરોને રોકીને તપાસ હાથ ધરી હતી. તેમની પાસેથી પોલીસે કુલ રૂપિયા 81 હજાર 780નો વિદેશી દારુ તેમજ બિયરનો જથ્થો ઝડપી પાડી પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ઝાલોદની ચાકલીયા પોલીસ છાયણ ગામે નાકાબંધી કરી આવતા જતા વાહનોની તલાશી હાથ ધરી રહી હતી. તે સમયે ત્યાંથી એક ફોર વ્હીલર ગાડી પસાર થઈ હતી. પોલીસે તેને ઉભી રાખવા માટે ઈશારો કરતા ફોર વ્હીલરમાં સવાર ગાડીનો ચાલક કેશુ સવસીંગભાઈ બારીયા ગાડી સ્થળ પર મુકી નાસી ગયો હતો. આ ગાડીનુ પાયલોટીંગ કરી રહેલા એક મોટરસાયકલ પર સવાર બે કિશોરોને પોલીસે ઝડપી પાડ્યા હતા.

ગાડીની પોલીસે તલાશી લેતા તેમાંથી વિદેશી દારુ તેમજ બિયરની કુલ બોટલો નંગ. 717 કિંમત રૂપિયા 81 હજાર 780ના જથ્થા સાથે કિશોરોની પોલીસે અટકાયત કરી હતી. ઉપરાંત ચાકલીયા પોલીસે ત્રણેય સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...