તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કિશોરી તળાવમાં ડૂબી:લીમખેડાના મોટા માળ ગામના તળાવમાં બે કિશોરીઓ ડૂબી, એકનું મોત થયુ બીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ

દાહોદ9 દિવસ પહેલા
 • ચાર કિશોરીઓ કપડા ધોયા બાદ તળાવમાં નાહવા પડી હતી
 • ચારેય ડૂબવા લાગી પણ બે બહાર નીકળી પરિવારજનોને બોલાવી લાવી હતી

લીમખેડાના મોટા માળના તળાવમાં ચાર કિશોરીઓ નાહવા ગઈ હતી. તેમાંથી બે કિશોરીઓ ડૂબી ગઈ હતી. જેમાં તેમને બહાર કાઢી સારવાર માટે લઇ જતા એકનું મોત થયુ હતુ. જ્યારે એકનો બચાવ થયો છે.

પાણી કેટલુ ઉંડુ છે તેની જાણ ન હોવાથી ચારેય કિશોરીઓ ડૂબવા લાગી

લીમખેડા તાલુકાના મોટા માળ ગામમાં રહેતી ચાર કિશોરીઓ તળાવમાં કપડા ધોવા ગઈ હતી. જેમાં કપડા ધોયા બાદ આ ચારેય કિશોરીઓ તળાવમાં નાહવા પડી હતી. તેમાં તળાવમાં પાણી કેટલુ ઉંડુ છે તેની જાણ ન હોવાથી ચારેય કિશોરીઓ ડૂબવા લાગી હતી. તેમાંથી બે કિશોરીઓ મહામહેનતે જાતે બહાર નીકળીને પરિવારજનોને બોલાવી લાવી હતી. ત્યારે પરિવારજનોએ ડૂબેલી બંન્ને કિશોરીઓને ગમે તેમ કરી બહાર કાઢી હતી. તથા બંનેને એમ્બ્યુલન્સ મારફતે દવાખાને લઈ જઈ સારવાર શરુ કરવામાં આવી હતી. પરંતુ તેમાથી એકનું મોત થઈ ગયુ હતુ અને સદનસીબે એક બચી ગઈ હતી. તેમજ દુર્ઘટના સંદર્ભે પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો