તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લૂંટ:બાઇક પર આવેલા બે લૂંટારુ મોબાઇલ ઝૂંટવી ફરાર

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દાહોદના રેલવે સ્ટેશન રોડ ઉપર બાઇક ઉપર આવેલા બે લૂંટારૂઓએ ચાલતા જતા યુવકના હાથમાંથી 24 હજારની કિંમતનો મોબાઇલ ઝુંટવી ફરાર થયા હતા. આ સંદર્ભે યુવકે દાહોદ શહેર પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.

દાહોદ તાલુકાના વાંદરીયા ગામનો વિશાલભાઇ રાજુભાઇ ભુરીયા સોમવારના રોજ સાંજના 7.30 વાગ્યાના અરસામાં ગોદી રોડ જકાતનાકા ઉપર આવેલી કરિયાણાની દુકાન ઉપર કામ કરી રેલવે સ્ટેશન વાળા રસ્તેથી ચાલતો જતો હતો. તે દરમિયાન ધવલ રેસ્ટોરેન્ટ પાસે યામાહા મોટર સાયકલ ઉપર આવેલા બે અજાણ્યા યુવકો વિશાલના હાથમાંથી રૂપિયા 24,500ની કિંમતનો મોબાઇલ ઝૂંટવી લઇ વિવેકાનંદ સર્કલ તરફ ભાગી ગયા હતા. વિશાલે બુમાબુમ કરી પીછો કર્યો હતો પરંતુ લૂંટારૂઓ હાથ લાગ્યા ન હતા. આ સંદર્ભે વિશાલ ભુરીયાએ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...