અકસ્માતોની વણઝાર:લીમખેડા તાલુકામાં એક જ દિવસમા બે માર્ગ અકસ્માત, પાંચ વર્ષની બાળકી સહિત બેના મોત

દાહોદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફોર વ્હીલરે બાળકીને અડફેટે લીધા, બાઈક સાથે બાઈક ભટકાઈ

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં વાહન ચાલકોની ગફલતના કારણે અકસ્માતના બે બનાવો બન્યા હતા.જેમાં એક 5 વર્ષીય બાળકી સહિત બેના મોતને પગલે જેતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામા આવ્યુ છે.

નાની બાંડીબારમાં ફોર વ્હીલરની અડફેટે બાળકીનુ મોત
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ લીમખેડા તાલુકાના નાની બાંડીબાર ગામે બન્યો હતો. જેમાં ગત તા.5 સપ્ટેમ્બરના રોજ લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામે રહેતો રમણભાઈ સોમાભાઈ નીનામાએ પોતાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી નાની બાંડીબાર ગામેથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે નાની બાંડીબાર ગામે રહેતા કનુભાઈ ભાથુભાઈ ચૌહાણની 5 વર્ષીય બાળકી મૈત્રી ઉર્ફે બન્ટુને અડફેટમાં લેતાં ગંભીર ઈજાઓ થતાં મૈત્રીબેનનું મોત નીપજ્યું હતું. આ સંબંધે કનુભાઈ ભાથુભાઈ ચૌહાણે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાલ્લીમાં રોંગ સાઈડે આવતા બાઈક ચાલકે બાઈક ચાલકનો ભોગ લીધો
માર્ગ અકસ્માતનો બીજાa બનાવ લીમખેડા તાલુકાના પાલ્લી ગામે બન્યો હતો. જેમાં ગત તા.5 સપ્ટેમ્બરના રોજ એક બાઇકનો ચાલક પોતાની બાઇક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી પાલ્લી ગામેથી રોંગ સાઈડે પસાર થઈ રહ્યો હતો. તે સમયે ત્યાં સામેથી બાઇક લઈ આવી રહેલા ધાનપુર તાલુકાના ઘોડાઝર ગામે મુખ્ય નિશાળ ફળિયામાં રહેતાં સીમાભાઈ માનીયાભાઈ મીનામાની બાઇકને જાેશભેર ટક્કર મારતાં સીમાભાઈ બાઇક પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં. જેથી તેઓને હાથે પગે શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું .જ્યારે અકસ્માત સર્જનાર બાઇકના ચાલકને પણ શરીરે ઈજાઓ પહોંચી હતી.

આ સંબંધે ધાનપુર તાલુકાના ઘોડાઝર ગામે મુખ્ય નિશાળ ફળિયામાં રહેતાં કમલેશકુમાર ભોંદુભાઈ મિનામાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...