અકસ્માતોની વણથંભી વણઝાર:દાહોદ જિલ્લામાંબે માર્ગ અકસ્માત, બે વ્યકિતઓને ગંભીર ઈજાઓ પહોંચી

દાહોદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલતના કારણે બે માર્ગ અકસ્માત થયા હતા. આ બનેલા બે બનાવોમાં બે વ્યક્તિઓને ઈજાઓ થયાનું જાણવા મળે છે.

બે બાઈક વચ્ચે અકસ્માત થયો
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ગરબાડા તાલુકાના નળવાઈ ગામે બન્યો હતો. જેમાં એક મોટરસાઈકલ ચાલકે પોતાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી જતો હતો. તે સમયે ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલા ગરબાડા તાલુકાના ગુંગરડી ગામે ગારી ફળિયામાં રહેતાં રાકેશભાઈ ખાતરાભાઈની મોટરસાઈકલને અડફેટમાં લેતાં રાકેશભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાતાં તેઓને શરીરે ઈજાઓ પહોંચી હતી. આ સંબંધે ગુંગરડી ગામે ગારી ફળિયામાં રહેતાં લાલાભાઈ મનુભાઈ રાઠોડે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ક્રુઝરની અડફેટે બાઈક ચાલક ઈજાગ્રસ્ત
માર્ગ અકસ્માતનો બીજો બનાવ દાહોદ તાલુકાના ભીંટોડી ગામે બન્યો હતો .જેમાં એક ક્રુઝર ગાડીના ચાલકે પોતાની ક્રુઝર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલા દાહોદ તાલુકાના વરમખેડા ગામે સરપંચ ફળિયામાં રહેતાં ઉદેસીંગભાઈ હિંમતાભાઈ બારીયાની મોટરસાઈકલને અડફેટમાં લેતાં ઉદેસીંગભાઈ મોટરસાઈકલ પરથી જમીન પર ફંગોળાતાં ઉસીંગભાઈને શરીરે ઈજાઓ પહોંચી હતી. આ સંબંધે વરમખેડા ગામે સરપંચ ફળિયામાં રહેતાં હિંમતાભાઈ રાળીયાભાઈ બારીયાએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...