ભર બજારમાં ભારે ધિંગાણું:દેવગઢ બારીયાના પીપલોદમાં પેસેન્જર ભરવા મામલે બે રીક્ષા ચાલકો વચ્ચે તકરાર, ત્રણ લોકોએ રીક્ષા ચાલકને મારમાર્યો

દાહોદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અપશબ્દો બોલી જાતિ અપમાની કરી ગડદાપાટ્ટુનો માર મારતા રીક્ષા ચાલકને શરીરે ઈજાઓ પહોંચી
  • ત્રણેય ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

દાહોદમાં દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ બજારમાં ઓટો રીક્ષામાં પેસેન્જર ભરવા બાબતે બે રીક્ષા ચાલકો વચ્ચે તકરાર થઈ હતી. એક રીક્ષા ચાલકને અન્ય રીક્ષા ચાલકે અને ત્રણ લોકોએ ભેગા મળી અપશબ્દો બોલી જાતિ અપમાની કરી ગડદાપાટ્ટુનો માર માર્યો હતો. જેથી રીક્ષા ચાલકને શરીરે ઈજાઓ પહોંચી હતી. ભર બજારમાં ભારે ધિંગાણું મચાવતાં ચકચાર મચી હતી.

દેવગઢ બારીયા તાલુકાના પંચેલા ગામે ખાડી ફળિયામાં રહેતાં મનુભાઈ ભાણાભાઈ વણકર બપોરના 12 વાગ્યાના સમયગાળા દરમિયાન પોતાનો છકડો રીક્ષા લઈ પીપલોદ બજારમાં ગયાં હતાં. જ્યાં પેસેન્જરો ભરતાં હતાં. આ દરમિયાન ત્યાં રમેશ નંદુભાઈ વણઝારા પણ પોતાનો થ્રી વ્હીલર છકડો લઈ આવ્યો હતો. ત્યા મનુભાઈને બેફામ અપશબ્દો બોલી તેમના વાહનમાં ભરેલા પેસેન્જરોને ઉતારી મનુભાઈ સાથે ઝઘડો કરવા લાગ્યો હતો.

મનુભાઈને ગડદાપાટ્ટુનો માર મારવા લાગ્યો હતો. ત્યારબાદ સંજયભાઈ રમેશભાઈ વણઝારા અને ભયલુભાઈ રમેશભાઈ વણઝારા બંન્ને પોતાની સાથે લોખંડની પાઈપ લઈ દોડી આવ્યાં હતાં અને મનુભાઈને લોખંડની પાઈપ વડે મારમાર્યો હતો. શરીરે, હાથે પગે ઈજાઓ પહોંચાડી મનુભાઈને જાતિ અપમાનીત શબ્દો બોલી, મારી નાંખવાની ધમકી આપી હતી. આમ ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે ઈજાગ્રસ્ત મનુભાઈ ભાણાભાઈ વણકરે પીપલોદ પોલીસ મથકે ઉપરોક્ત ત્રણેય ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...