તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગારિયા ઝડપાયા:દાહોદ જિલ્લામાં બે સ્થળેથી દરોડા પાડી પોલીસે 10 જુગારિયાઓને ઝડપી પાડ્યા

દાહોદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાહોદ શહેરમાંથી 4 અને ઝાલોદના માંડલીખુંટામાંથી 6 જુગારિયા ઝડપાયા રોકડ રકમ તથા મોબાઇલ અને વાહનો પણ કબ્જે લેવાયા

દાહોદ જિલ્લામાં દાહોદ શહેર અને ઝાલોદ તાલુકાના માંડલી ખુટામાં પોલીસે દરોડા પાડી જુગારિયાઓને ઝડપી પાડ્યા હતા. દાહોદમાં 12 હજાર 755 રુ રોકડ જપ્ત કરી ચાર જુગારિયાની ધરપકડ કરી છે .તેવી જ રીતે માંડલીખુંટામાંથી રૂ. 48 હજાર કરતા વધુનો મુદ્દામાલ જપ્ત કરી અડધો ડઝન જુગારિયાઓને ઝડપી પાડ્યા છે.

દાહોદ શહેર પોલીસને મળેલી બાતમીના આધારે દાહોદ શહેરમાં આવેલ મોટા ડબગરવાડમાં રમાતા જુગાર ધામ પર ઓચિંતી રેડ પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. આ રેડમાં પોલીસે જાહેરમાં ખુલ્લી જગ્યામાં પાના પત્તા વડે પૈસાથી હારજીતનો જુગાર રમતાં ચિરાગ કમલેશ દેવડા, પિયુશ કમલેશભાઈ દેવડા, જીતેન્દ્ર ભિખાભાઈ દેવડા, જગદીશ અરવિંદભાઈ ડબગર (ચારેય રહે. ડબગરવા, દાહોદ) ને પોલીસે દબોચી લીધાં હતાં જ્યારે ચેતન અમરતભાઈ દેવડા (રહે. ડબગરવાડ) પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે ઝડપાયેલા જુગારીઓની અંગ ઝડતીમાંથી અને દાવ પરથી કુલ રોકડા રૂપીયા 12 હજાર 755ની રોકડ રકમ કબજે કરી પાંચેય જુગારીઓ વિરુદ્ધ દાહોદ શહેર પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

આવી જ રીતે ઝાલોદ પોલીસને મળેલી બાતમીના આધારે માંડલીખુંટા ગામે ઉપલા ફળિયામાં જાહેરમાં પાના પત્તા વડે પૈસાથી હારજીતનો જુગાર રમતાં જુગાર ધામ પર પોલીસે ઓચિંતી રેડ પાડતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. જેમાં જુગાર રમતાં મહેશ હરસીંગભાઈ ભાભોર, રામસીંગ સડીયાભાઈ ભાભોર, સુભાષ રમસુભાઈ બારીયા, સુમન સમસુભાઈ બારીયા (ચારેય રહે. માંડલીખુંટા), અજીત ભાવજીભાઈ ડામોર (રહે. કાળી મહુડી, જગા ફળિયું, તા.ઝાલોદ, જિ.દાહોદ), ચિરાગ રમેશભાઈ ભાભોર (રહે. માંડલીખુંટા, ઉપલું ફળિયું, તા. ઝાલોદ, જિ.દાહોદ) નાને પોલીસે દબોચી લીધાં હતાં અને તેમની અંગ ઝડતી અને દાવ પરથી કુલ રોકડા રૂપીયા, મોબાઈલ ફોન, એક્ટીવા મળી પોલીસે કુલ રૂા. 48બ હજાર 590નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત સાતેય જુગારીઓ વિરુદ્ધ ઝાલોદ પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...