ચૂંટણીની અદાવત:ફતેપુરાના આશપુરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવતે બે પક્ષો વચ્ચે મારામારી, બે વ્યકિતઓ ઈજાગ્રસ્ત

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બન્ને પક્ષોએ પોલીસ મથકે સામ સામી ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના આશપુર ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવતે બે પક્ષો વચ્ચે હથિયારો વડે મારા મારી થઈ હતી. જેમાં બે વ્યક્તિઓને શરીરે ઈજાઓ પહોંચી હતી. જેને લઈ બંન્ને પક્ષો દ્વારા સામસામે પોલીસ ફરિયાદ નોંધાંવતા પોલીસે તપાસ હાથ ધરી છે. આશપુર ગામે ગણેશ ફળિયામાં રહેતાં ગોવિંદભાઈ લાલસીંગભાઈ ચંદાણા દ્વારા નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યાં અનુસાર પોતાના ગામમાં રહેતા સુભાષ રણવીરભાઈ, કાળુ લક્ષ્મણભાઈ, જીજ્ઞેશ લક્ષ્મણભાઈ, કિર્તન ઉર્ફે યોગેશ વીરસીંગભાઈ, જગદીશ રમેશભાઈ અને વિરસીંગ દેવાભાઈ તમામે એકસંપ થઈ હાથમાં મારક હથિયારો સાથે ગોવિંદભાઈના ઘરે આવ્યાં હતાં. જ્યાં બેફામ ગાળો બોલી ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવત રાખી ગોવિંદભાઈ તથા તેમની સાથેના માણસોને માર મારી શરીરે, હાથે પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. તેમજ વાહનોની પણ તોડફોડ કરી નુકસાન પહોંચાડતાં આ સંબંધે ગોવિંદભાઈએ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવી હતી.

જ્યારે સામાપક્ષેથી આશપુર ગામે ગણેશ ફળિયામાં રહેતાં લલીતાબેન રણવીરસિંહ ચંદાણાએ નોંધાંવેલી ફળિયામાં જણાવ્યાં અનુસાર પોતાના ગામમાં રહેતાં ગોવિંદ લાલસીંગભાઈ, અનીલ બાબુભાઈ, ગોવિંદ બાબુભાઈ, રાહુલ કમલેશભાઈ, મનોજ રવજીભાઈ, રવજી વેલજીભાઈ, મનસુખ હુરજીભાઈ અને દિલીપ મનસુખભાઈ તમામે એકસંપ થઈ મારક હથિયારો સાથે ધસી આવ્યા હતા. ગ્રામ પંચાયતની ચૂંટણી સંબંધી બેફામ ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને લલીતાબેનને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો મારી મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. તેમજ મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત લલીતાબેન રણવીરસિંહ ચંદાણાએ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવી હતી. પોલીસે બંન્ને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...