કાર્યવાહી:પાંચ સ્થળેથી વાહન અને ઘરમાંથી 4.18 લાખના દારૂ સાથે 2 ઝડપાયાં

દાહોદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ચારી અને જૂનાબારિયામાં ફોર વ્હીલ અને છોડછોડામાં બાઇક પરથી ઝડપાયો
  • પાંચીયાસાડ અને સીમલીયાખુર્દમાં ઘરમાંથી જથ્થો ઝડપાયો : ~ 8,93,170 મુદ્દામાલ જપ્ત કર્યો

દાહોદ જિલ્લામાંથી ત્રણ સ્થળેથી વાહનોમાં હેરાફેરી કરતો દારૂનો જથ્થો તથા અન્ય બે સ્થળેથી ઘરમાંથી મળી પાંચ સ્થળેથી કુલ 4,18,170 રૂપિયાના દારૂ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. વિદેશી દારૂનો જથ્થો તથા વાહનો મળી કુલ 8,93,170 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી દાહોદ જિલ્લા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

એસપી બલરામ મીણાએ અસામાજીક પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવી સદંતર નેસ્ત નાબુદ કરવા સારૂ લીસ્ટેડ દારૂના બુટલેગરો ઉપર તેમજ દારૂ, જુગારની પ્રવૃતિ સાથે અગાઉ સંડોવાયેલ ઇસમો તેમજ ગેરકાયદેસર દારૂની હેરાફેરી, પરીવહન કરતા ઇસમોના આશ્રય સ્થાનો ઉપર પરીણામલક્ષી કામગીરી કરવા માટે અધિકારીઓને સુચનાઓ આપવામાં આવી હતી.

જે અનુસંધાને જ્યારે ધાનપુર પોસઇ બી.એમ.પટેલ તથા સ્ટાફના માણસો ગતરાત્રીના રોજ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન જીજે-06-ઝેડ-3952 નંબરની બોલેરોમાં મધ્યપ્રદેશ બાજુથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી બે ઇસમો આવનાર હોવાની બાતમીદાર પાસેથી ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે સવારે સાત વાગ્યાના અરસામાં તાલુકાના ચારી ગામે ચોકડી ઉપર વોચમાં હતા. તે દરમિયાન બાતમીમાં દર્શાવ્યા મુજબની બોલેરો આવતાં બોલેરોને રોકી ગાડીમાં તલાસી લેતાં ઇંગ્લિશ દારૂની 43 પેટી જેમાં રૂ.2,44,080 રૂપિયાની અલગ અલગ માર્કાની કુલ 2064 બોટલો મળી આવી હતી.

ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો તથા બોલેરો અને બે મોબાઇલ ફોન મળી કુલ 3,98,080 રૂપિયાના મુદ્દામાલ સાથે નળુ ગામના રમેશ કેશા બારીયા તથા ચારી ગામના ભુપેન્દ્ર ઇશ્વર પરમારની ધરપકડ કરવામાં આવી હતી. ધાનપુર પોલીસ મથકમાં ત્રણ બૂટલેગરો વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

જ્યારે દેવગઢ બારીયા પોસઇ એન.જે.પંચાલ તથા સ્ટાફના માણસો જુનાબારીયા ગામે વચલા ફળિયામાં રહેતા ભુપેન્દ્ર ઉર્ફે ભુરો દિનેશ ગોહીલ (વણકર) ઇંગ્લિશ દારૂનો જથ્થો વેચાતો લાવી તેના ઘર નજીક આંગણામાં તથા તેમજ ઘરથી થોડે દુર રસ્તા ઉપર તેની GJ-06-CH-6840ની ગાડીમાં તથા પાછળના ભાગે ડીકીમા મુકી સંતાડી રાખેલ છે. જેની બાતમીદાર પાસેથી ચોક્કસ બાતમી મળતાં બાતમી ના આધારે પોલીસે તપાસ કરતાં ગાડીમાંથી તેમજ ઘરની બહાર આંગણામાંથી થોડે દુરથી દારૂની કુલ 16 પેટી જેમાં રૂ.72,864 રૂપિયાની કુલ નાની મોટી 528 દારૂની બોટલો મળી આવી હતી.

જથ્થો તથા કાર મળી 3,72,864 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગર ભુપેન્દ્ર ઉર્ફે ભુરો દિનેશ ગોહીલ (વણકર) વિરૂદ્ધ ગુનો નોંધી દેવગઢ બારિયા પોલીસે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ ગરબાડા પોલીસે પેટ્રોલીંગ દરમિયાન પાંચવાડા કેનાસ પાસે જીજે-20-એકે-1750 નંબરની મોટર સાયકલ ચાલક પોલીસને જોઇ વિદેશી દારૂ સાથે બાઇક મુકી અંધારાનો લાભ લઇ નાસી ગયો હતો. બાઇક ઉપરના લગડાની તલાસી લેતાં 25,206 રૂપિયાની દારૂ તથા ટીન બીયરની કુલ 220 બોટલો મળી આવી હતી.

જથ્થો તથા મોટર સાયકલ મળી 50,206 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ગરબાડા પોલીસે નાસી ગયેલા ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. જ્યારે જેસાવાડા પોલીસે છરછોડા ગામે સીમોડા ફળિયામાં નવલ હરસિંગ ભાભોરના ઘરમાંથી 30,900 રૂપિયાની 309 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી ઘરે હાજર નહી મળી આવેલા નવલ હરસિંગ ભાભોર વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.

તેવીજ રીતે કતવારા પોલીસે પણ સીમલીયા ખુર્દ પટેલ ફળિયામા રહેતા હરમલ નાનીયા અમલીયારના ઘરે બાતમી આધારે રેઇડ કરી ઘરમાંથી 45,120 રૂપિયાની ઇંગ્લિશ દારૂની 384 બોટલો ઝડપી પાડી હતી. રેઇડ દરમિયાન હાજર નહી મળી આવેલા હરમલ નાનીયા અમલીયાર વિરૂદ્ધ કતવારા પોલીસે ગુનો નોંધી કાયદેસરની આગળની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...