ક્રુરતા:તરસાણા પાસેથી જીપમાં 6 પાડા મુશ્કેટાટ ભરીને જતા બે ઝડપાયા

ડભોઇ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડભોઈ પોલીસે પ્રાણીક્રૂરતાની કલમ હેઠળ ગુનો નોંધ્યો
  • પાડા ભરાવનાર શખ્સને ઝડપવા ચક્રો ગતિમાન કરાયા

ડભોઇ તરસાણા માર્ગ પર બીટ જમાદાર મોહનભાઇ તેમજ પો.કો.પ્રવિણસિહ મોટર સાયકલ પર પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમી મળેલ કે તરસાણા ગામે પીકઅપ જીપમાં પશુઓ ભરીને સંખેડા તરફથી આવનાર હોવાની બાતમી મળતા તરસાણા ફાટક પાસે વોચ ગોઠવી દેતા ઘણા સમય સુધી રાહ જોયા બાદ બાતમી મુજબની બોલેરો પીકઅપ આવતા તેને રોકવાનો ઇસારો કરતા ચાલકે ગાડી ભગાડી મુકતા પોલીસે તેનો પીછો કરી તરસાણા ગામના બસ સ્ટેન્ડ નજીકથી ઝડપી પાડ્યા હતા. 

ગાડીમાં તપાસ કરતા પાછળના ભાગે ઘાંસ ચારા વિના મુશ્કેટાટ બાંધેલા છ પાડા નજરે પડતા ચાલકનું નામઠામ પુછતા તેને પોતાનુ નામ અશોકભાઇ ભયલાલભાઇ બજાણીયા ઉ.વ.25 તેમજ સંજયભાઇ મંગાભાઇ બજાણીયા ઉ.વ.19 બન્ને રહે.તરસાણા પ્રાથમિક શાળા પાછળ તા.ડભોઇ જિ.વડોદરાના હોવાનુ જણાવતા બન્નેને કુલ મુદ્દામાલ કિ.રૂા.2,76,000 સાથે ઝડપી પાડી પ્રાણી ક્રુરતાની કલમ હેઠળ કસ્ટડી ભેગા કરાયા હતા. પાડા ભરાવનાર ઇસમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...