તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ફતેપુરા તાલુકાના સુખસરમા એક ચકચાર મચાવી મુકનાર કિસ્સો સામે આવ્યો છે. સુખસર મુકામે રહેતાં બે યુવકો દ્વારા પોતાના મોબાઈલ ફોનમાં લુડો કિંગ ગેમ ડાઉનલોડ કરી સોશિયલ મીડિયામાં ગ્રુપ બનાવી પોતે એડમીન બની અને લુડો કિંગ કેમ મારફતે પૈસા વડે જુગાર રમી અને બીજાઓને જુગાર રમવા માહિતગાર કરતાં આ અંગેની જાણ સુખસર પોલીસને થતાં પોલીસ દ્વારા બંન્ને યુવકોની મોબાઈલ ફોન સાથે અટકાયત કરતાં પંથકમાં આ સમાચાર વાયુવેગે ફેલાતાં યુવાઓના વાલીઓ અચંબામાં મુકાયાં હતાં.
આજના આધુનિક યુગમા મોબાઈલ યુવા પેઢી માટે વ્યસન થઈ ગયુ છે.મોબાઈલના ફાયદા અનેક છે અને અભ્યાસ સાથે ઈતર જ્ઞાન પણ મેળવી શકાય છે.તેવી જ રીતે મોબાઈલ થી જુગાર અને સટ્ટા બાજી પણ કરવામા આવે છે. આવોજ એક કિસ્સો દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર મુકામે બનવા પામ્યો છે. પોલીસે સુખસર મુકામે પંચાલ ફળિયામાં રહેતાં દિવ્યાંગ નાથુલાલ ગેલોત અને હરપાલ નાથુલાલ ગેલોત દ્વારા એકબીજાના મેળાપીપણામાં પોત પોતાના મોબાઈલ ફોનમાં લુડો કિંગ ગેમ ડાઉનલોડ કરી હતી. આ બાદ બંન્નેએ વોટ્સએપ માધ્યમથી એચ.પી. કિંગ લુડો 5% નામનું ગ્રુપ પણ બનાવ્યું હતું અને પોતે આ ગ્રુપના એડમીન બન્યાં હતાં.
આ ગ્રુપમાં અન્ય સભ્યોને પણ એડ કર્યાં હતાં અને લુડો કિંગ ગેમ ઉપર જુગાર રમવા માટે અન્યોને પણ માહિતીગાર કરી લુડો ગેમ રમવા માટે આર્થિક લાભ મેળવવા સારૂ પૈસા નક્કી કરી જાહેરમાં જુગાર રમાડતા હોવાની પોલીસને માહિતી મળી હતી.
જેથી પોલીસ આ બંન્ને યુવકો પાસે પહોંચી ગયાં હતાં અને મોબાઈલની તપાસ કરતાં ઉપરોક્ત હકીકત સામે આવી હતી. આ બાદ પોલીસે ઉપરોક્ત બંન્ને જણાની અટકાયત કરી તેઓના બે મોબાઈલ ફોન પણ કબજે લઈ સુખસર પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.