• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Fighting Between Two Parties Over Trivial Matter Like Beating Of An Animal In Singwad's Kite, Complaint Lodged Against Sam

ધિંગાણુ:સીંગવડના પતંગડીમાં પશુને માર મારવા જેવી નજીવી બાબતે બે પક્ષો વચ્ચે મારામારી, સામ સામે ફરિયાદ નોંધાઇ

દાહોદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉગ્ર બોલાચાલી બાદ ઝઘડાનું મારામારીમાં પરીવર્તન થયું પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના પતંગડી ગામે પશુઓ બાબતે ગામમાં જ રહેતાં બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝઘડાએ ઉગ્ર રૂપ ધારણ કર્યુ હતુ. બંન્ને પક્ષો દ્વારા મારક હથિયારો વડે તેમજ છુટા હાથની મારામારીમાં ચાર જેટલા વ્યક્તિઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચી છે. ભારે ધિંગાણાના પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ મામલે બંન્ને પક્ષો દ્વારા સામસામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

પતંગડી ગામે નિશાળ ફળિયામાં રહેતાં શૈલેષ કલ્યાણસિંહ ચૌહાણ, કલ્યાણસિંહ કાળુભાઈ ચૌહાણ, વિક્રમ કાળુભાઈ ચૌહાણએ એકસંપ થઈ ગણપતભાઈના ઘરે મારક હથિયારો ધારણ કરી આવ્યાં હતાં. બળદો ખેતરમાં ઘુસી જવાના મામલે ઝઘડો તકરાર કરી એકદમ ઉશ્કેરાઈ જઈ ગણપતભાઈ દીલીપભાઈને લાકડા વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી ભારે ધિંગાણું મચાવી નાસી ગયાં હતાં.

જ્યારે સામા પક્ષેથી શૈલેષ કલ્યાણસિંહ ચૌહાણે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, તેમના ગામમાં રહેતાં દિલીપ ગણપતભાઈ પટેલ, ગુલાબ માધુભાઈ પટેલ, ખુમાન માધુભાઈ પટેલ, ગણપત સબુરભાઈ પટેલનાઓએ બળદને માર મારતાં શૈલેશકુમારે બળદને માર મારવાની ના પડતાં ઉપરોક્ત ચારેય જણા એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં. શૈલેશ અને કલ્યાણસિંહને લોખંડની પાઈપ વડે અને લાકડી વડે શરીરે માર મારી ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી ભારે ધિંગાણું મચાવી નાસી ગયાં હતાં. આ સંબંધે રણધીકપુર પોલીસે બંન્ને પક્ષોની ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...