કાર્યવાહી:ભાજપ અગ્રણીના ઘરે લૂંટ કરનાર વધુ બે ધાડપાડુ ઝડપાયા

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીપલોદમાં રૂપિયા 31,62,000ની લૂંટ કરી હતી
  • ચોરીનો માલ ખરીદનાર ચીલાકોટાના સોનીની ધરપકડ
  • અત્યાર સુધી ગેંગના 4 આરોપીઓ પોલીસને હાથ લાગ્યા

ઘટનામાં રહેણાંક મકાનમા રાત્રીના સમયે ચડ્ડી બનીયાન ધારી ગેંગે ધાડ પાડેલ જે ચર્ચાસ્પદ ગુનામા રિસીવર સોની સહીત આંતર જિલ્લા ઘરફોડ ચોરી કરતી ખજુરીયા ગેંગના બે સાગરીતો મળી વધુ ત્રણ આરોપીઓને ઝડપી પાડી ધાડમા ગયેલ સોનાના દાગીના તેમજ મોબાઇલ ફોન મળી કુલ રૂા.1,84,900 નો મુદ્દામાલ એલ.સી.બી.એ રિક્વર કર્યો હતો.

તા.29 સપ્ટેમ્બરના મધ્યરાત્રે દેવગઢ બારિયા તાલુકાના પંચેલા ગામે પીઠા વિસ્તાર ફળીયામાં રહેતા ભાજપ અગ્રણી તથા ઘનશ્યામ હોટલના માલિક ભરતભાઇ રણછોડભાઇ ભરવાડના મકાનમા 25 થી 30 વર્ષના લાગતા સાત અજાણ્યા ચોર લુટારાઓએ પ્રવેશ કરી ભરતભાઇને લાકડી મારી ઘાયલ કરી તેમજ પરિવારના અન્ય સભ્યોમાં ભય પેદા કરી ઘરની અંદરથી સોના - ચાદીના દાગીના ઘડીયાળ, મોબાઇલ ફોન તથા રોકડ રકમ મળી કુલ રૂપિયા 31,62,000 મત્તાની લુટ કરી લઇ ધાડ પાડી નાશી ગયા હતા.

આ બાબતે પીપલોદ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં પંચમહાલ ગોધરા રેન્જના ઇન્ચાર્જ આઇજી નિલેશ જાજડીયા, દાહોદ એસ.પી. હિતેષ જોયસરની સુચના અને માર્ગદર્શનમાં એલ.સી.બી. પી.આઇ. બી.ડી.શાહ તથા એસ.ઓ.જી. પી.આઇ. એચ.પી.કરેણ તથા એલ.સી.બી. પી.એસ.આઇ. એમ.એમ.માળી, એસ.ઓ.જી. પી.એસ.ઇ. એમ.એન.રામી તેમજ પેરોલ ફર્લો સ્કોર્ડના સ્ટાફની જુદી-જુદી ટીમો બનાવી આ ગુનામા સંડોવાયેલ ખજુરીયા ગેંગના ખુંખાર બે આરોપીઓને રોકડ રુપિયા 4,04,282ના મુદ્દામાલ સાથે અગાઉ આ ટીમોએ ઝડપી પાડી અનડિટેકટ ગુનો ડિટેકટ કર્યા હતા.

ત્યાર બાદ આ ગુનામા સંડોવાયેલ ગેંગના બાકી સાગરીતોને તેમજ તેઓને આડકત્રી રીતે મદદ પુરી પાડનાર ઇસમોને શોધી કાઢવા તથા ધાડનો મુદ્દામાલ ખરીદનાર રિસીવર આરોપીઓને ઝડપી પાડી મુદ્દામાલ રિકવર કરવા અગાઉ પકડાયેલા બન્નેની ઘનિષ્ઠ પૂછપરછ કરતાં ચોકાવનારી વિગતો બહાર આવી હતી. જેમાં ગેંગમા કુલ 10 આરોપીઓની સંડોવણી હોવાનુ પ્રસ્થાપિત થયું હતું.

ત્યાર બાદ પી.આઇ. બી.ડી.શાહે એકશન પ્લાન બનાવી જુદી-જુદી ટીમોને આરોપીઓને ઝડપી પાડવા કાર્યરત કર્યા હતા. તે દરમિયાન એલસીબી જેસાવાડા વિસ્તારમા કામગીરીમાં હતી. ત્યારે ટીમેને બાતમી મળી હતી કે ખજુરીયા ગેંગના બે સાગરીતો કાંટુ ગામે તેઓના ઘરે ભેગા થયા હોવાની માહિતી મળી હતી.

જેના આધારે ટીમે સસત વોચમાં રહી કાંટુ ગામના શકરીયા ભુરજી મોહનીયા, ખજુરીયા ગામનો નિકેશ જવસિંગ પલાસને ઝડપ્યા હતા. આરોપીઓની પૂછપરછ કરતા ધાડ પાડેલ તેમા ભાગમા આવેલ સોનાના દાગીના ચીલાકોટાના ભરતભાઇ પંચાલને વેચ્યા હોવાની કબુલાત કરતા એલસીબીની ટીમે ભરત પંચાલને ઘરે કોમ્બીંગ કરી તેને ઝડપી પાડી તેની પાસેથી સોનાના દાગીના ઓગાળી તેમાથી બનાવેલ સોનાની રણી કબ્જે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...