એક્ટિવ કેસની સંખ્યા 10:દાહોદ શહેરમાં મંગળવારે કોરોનાના વધુ બે કેસ આવ્યા

દાહોદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 631 લોકોના RTPCR અને 227 લોકોના રેપિડ ટેસ્ટ કરાયા
  • 3 સાજા થતાં રજા અપાઇ

દાહોદ શહેરમાં મંગળવારના રોજ વદુ બે કેસ પ્રકાશમાં આવ્યા હતાં. બે દિવસ રાહત રહ્યા બાદ ફરીથી શહેરમાં બે કેસ આવતાં ખળભળાટ મચી ગયો હતો. ત્રણ દર્દીને રજા આપવામાં આવતાં હવે એક્ટિવ કેસની સંખ્યા 10 રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા દાહોદ જિલ્લામાં શરદી-ખાંસી અને તાવ વાળા શંકાસ્પદ 631 લોકોના આરટીપીસીઆર અને 227 લોકોના રેપીટ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં.

ત્યારે તેમાંથી દાહોદ શહેરમાં જ બે વ્યક્તિ કોરોના પોઝિટિવ જાહેર કરવામાં આવ્યા હતાં. જેમાંથી એક વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી ગલિયાકોટની જાણવા મળી હતી. દાહોદ જિલ્લામાં બે દિવસ રાહત રહ્યા બાદ મંગળવારે ફરીથી કોરોનાના કેસ જોવા મળી આવ્યા હતાં. પોઝિટિવ આવેલા લોકો પૈકી મંગળવારના રોજ ત્રણ લોકો સાજા થતાં રજા આપવામાં આવી હતી ત્યારે આ બે કેસના ઉમેરા સાથે હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 10 રહી છે.

અન્ય સમાચારો પણ છે...